Short News

હાર્દિકના ઉપવાસની ચીમકીથી પોલીસની 2 દિવસની રજા ફરીથી કેન્સલ

હાર્દિકના ઉપવાસની ચીમકીથી પોલીસની 2 દિવસની રજા ફરીથી કેન્સલ

ખેડૂતોનું દેવુ માફ કરવાની માંગણી સાથે હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી બોપલના ઘરે આમરણ ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી છે. જેના પગલે 23થી 25 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવાઇ છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું, ઉપવાસ ઉપર બેસે હાર્દિક અને રજા અમારી કેન્સલ થાય આ ક્યાંનો ન્યાય? રજા પર ગયેલા કર્મીઓને પાછા બોલાવાના આદેશ અપાયા છે.
જાણો, ફિલ્મ 'સ્ત્રી'નુ અત્યાર સુધીનુ બોક્સઓફિસ કલેક્શન

જાણો, ફિલ્મ 'સ્ત્રી'નુ અત્યાર સુધીનુ બોક્સઓફિસ કલેક્શન

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રી બોક્સ ઓફિસ પર કમાણીના તમામ કિર્તીમાનો તોડતી આગળ વધી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વિટ પ્રમાણે ફિલ્મ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 120.93 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ બનાવવા પાછળ માત્ર 20 કરોડ રૂપિયા લાગ્યા છે. જે તેણે શરુઆતી 3 દિવસોમાં જ મેળવી લીધા હતા.   
આ છે દુનિયાના સૌથી મોંઘા સેન્ડલ, કિંમત જાણીને ચોંકી જશો

આ છે દુનિયાના સૌથી મોંઘા સેન્ડલ, કિંમત જાણીને ચોંકી જશો

અત્યાર સુધી તમે મોંઘામાં મોંઘા 1 થી 2 લાખ રૂપિયા સુધીના ચપ્પલ વિશે સાંભળ્યુ છે. પરંતુ દુબઈમાં રજૂ થનાર વિશ્વના સૌથી મોંઘા સેંડલ ચપ્પલની કિંમત જાણીને તમે ચોંકી જશો. જી હા, આ સેંડલની કિંમત 17 મિલિયલ અમેરિકી ડોલર એટલે કે આશરે 1.23 અરબ રૂપિયા છે. આપને જણાવી દઈએ કે આ મોંઘેરા ચપ્પલને દુનિયાની એકમાત્ર 7 સ્ટાર હોટલ બુર્જ અલ અરબમાં લોન્ચ કરવામાં આવશે.
Jioના ગ્રાહકો માટે ખુશખબર, સૌપ્રથમ મળી શકે છે 5જી નેટવર્કનો લાભ

Jioના ગ્રાહકો માટે ખુશખબર, સૌપ્રથમ મળી શકે છે 5જી નેટવર્કનો લાભ

રિલાયન્સ જીયોના ગ્રાહકો માટે એક શુભ સમાચાર છે. માહિતી મળી છે. જીયોના ગ્રાહકોને 5જી ઈન્ટરનેટ સેવા જૂન 2020 સુધીમાં મળી જશે. 5જી ઈન્ટરનેટ સેવા શરૂ થતાની સાથે જ ડાઉનલોડ સ્પીડ 4જીની તુલનાએ 50થી 60 ગણી વધી જશે. ઈટી દ્વારા મળેલી રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, કંપનીએ ઓપ્ટિક ફાઈબર નેટવર્કને પાથરવાનું શરૂ કરી દીધુ છે. જેનાથી ગ્રાહકો સુધી 5જી નેટ પહોંચાડી શકાય.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more