Short News

શ્રાવણ માસમાં રાજગરાના લોટની સામગ્રી ખાતા હોવ તો ચેતજો

શ્રાવણ માસમાં રાજગરાના લોટની સામગ્રી ખાતા હોવ તો ચેતજો

શ્રાવણના ઉપવાસમાં તમે પણ કદાચ રાજગરાના લોટની પૂરી, કઢી, શીરો, ખીર કે પછી ખીચડી અને પરોઠા હોશે-હોશે ખાતા હશો. શ્રી સ્વામિનારાયણ, શ્રી નિલકંઠ અને રજીકાર્તિ નામની રાજગરાના લોટની ત્રણ બ્રાન્ડ્સમાં મેદાના લોટની ભેળસેળ થતી હોવાનું ચેકિંગમાં જાણવા મળ્યું છે. આમ તમે જેને ફરાળી માનો છો તે રાજગરાનો લોટ જ તમારો ઉપવાસ તોડાવી શકે છે.
ઈઝરાયેલી મોડેલ રીનાએ ખોલી અનુપ જલોટાની પોલ

ઈઝરાયેલી મોડેલ રીનાએ ખોલી અનુપ જલોટાની પોલ

બિગ બોસની 12 સિઝનના આગાઝ સાથે જ વિવાદોનો દોર પણ શરૂ થઈ ગયો છે. અનુપ જલોટાની 37 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લઈને ઘણા વિવાદ થઈ રહ્યા છે. હવે તેમની પર્સનલ જિંદગીનો વધુ એક રાઝ લોકોની સામે આવ્યો છે. ત્રણ લગ્ન કરી ચૂકેલ અનુપ જલોટાનું નામ આ પહેલા એક ઈઝરાયેલી મોડલ સાથે પણ જોડાઈ ચૂક્યુ હતુ. ઈઝરાયેલી મોડલ રીના ગોલાને જલોટા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.
રાફેલની આડમાં રાહુલને લોન્ચ કરવા માંગે છે કોંગ્રેસ: BJP

રાફેલની આડમાં રાહુલને લોન્ચ કરવા માંગે છે કોંગ્રેસ: BJP

રાફેલ ડીલ પર કોંગ્રેસ સતત ભાજપા પર હુમલો કરી રહી છે. ત્યારે ભાજપ ઘ્વારા પર કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવીને રાહુલ ગાંધીના કરિયરને બચાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેમની આ કોશિશ કામ નહીં આવે. ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ ખોટું ફેલાવી રહી છે પરંતુ તેનાથી તેમનું ભલું નહીં થાય.
એશિયા કપઃ IND vs BAN: ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને બેટિંગ માટે આપ્યુ આમંત્રણ

એશિયા કપઃ IND vs BAN: ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને બેટિંગ માટે આપ્યુ આમંત્રણ

એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે આજે સુપર-4 માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે. આપને જણાવી દઈએ કે UAEમાં બંને ટીમ 23 વર્ષ પછી એકબીજા સામે રમી રહી છે
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more