Short News

હાર્દિક પટેલને બહેન મોનિકાએ બાંધી રાખડી

હાર્દિક પટેલને બહેન મોનિકાએ બાંધી રાખડી

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. ત્યારે ઉપવાસનો બીજો દિવસ, સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવી હતી. તેની બહેન મોનિકાએ તેને રક્ષાબંધન પર રાખડી બાંધીને તેની દીર્ધ આયુની કામના કરી હતી. સાથે જે અન્ય પાસ કાર્યકરોને રાખડી બાંધી હતી.
એશિયા કપઃ ભારતીય ટીમમાં કરાયો મોટો ફેરફાર, આ ત્રણ ખેલાડીને કરાયા બહાર

એશિયા કપઃ ભારતીય ટીમમાં કરાયો મોટો ફેરફાર, આ ત્રણ ખેલાડીને કરાયા બહાર

હાલ દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ 2018માં બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફેરફાર અંતર્ગત ટીમના ત્રણ ઈજાગ્રસ્ત ખેલાડીઓ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તેના સ્થાને દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલને સામેલ કરવામાં આવ્યા છે.
નશીલુ ગુજરાતઃ છેલ્લા 2 વર્ષમાં પકડાયો 256 કરોડનો દારૂ

નશીલુ ગુજરાતઃ છેલ્લા 2 વર્ષમાં પકડાયો 256 કરોડનો દારૂ

ગુજરાતમાં દારૂબંધીને લઈ પોકળ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આંખો ઉઘાડતી વિગત સામે આવી છે. કોંગ્રસના વિવિધ ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં પૂછાયેલા સવાલો દરમિયાન બહાર આવ્યુ છે કે, છેલ્લા 2 વર્ષમાં વિદેશી દારૂની રૂ. 231 કરોડનો વિદેશી દારૂ, રૂપિયા 17.87 કરોડની બિયર તેમજ રૂપિયા 3.03 કરોડનો દેશી દારૂ પકડાયો છે.
ગે માનવેન્દ્રસિંહઃ મારી પાસે કેટલાય ધર્મ ગુરૂઓએ કરી સેક્સની માંગ

ગે માનવેન્દ્રસિંહઃ મારી પાસે કેટલાય ધર્મ ગુરૂઓએ કરી સેક્સની માંગ

સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન એમએસડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એક પરિવસંવાદ દરમિયાન રાજપીપળાના પ્રન્સ અને ગે માનવેન્દ્રસિંહ ગોહિલે એક સ્ફોટક નિવેદન કર્યુ છે. તેણે કહ્યુ કે, તમામ ધાર્મિક ગુરૂઓ દંભી છે. તેમે વધુમાં કહ્યુ કે મને મારા પ્લેટફોર્મ પરથી કહેતા સહેજ પણ શરમ નહીં આવે કે કેટલાય ધાર્મિક ગુરુઓએ મારી પાસે સેક્સની માંગ કરી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more