Short News

ઓઢવમાં બિલ્ડિંગ પડવાની ઘટના નજરે જોનારાઓના રૂંવાડા ઉભા થયા હતા

ઓઢવમાં બિલ્ડિંગ પડવાની ઘટના નજરે જોનારાઓના રૂંવાડા ઉભા થયા હતા

ઓઢવમાં ગરીબ આવાસ યોજનાના બ્લોકની બે બિલ્ડિંગો આખેઆખી ધરાશાયી થવાની ઘટના નજરે જોનારાઓના રૂંવાડા ઉભા થઇ ગયા હતા. કોઈ ભાઈ તેની બહેનને બચાવવા જતા ઇજાગ્રસ્ત થયો તો કોઈ ઘરનો સામાન લઈને પાછા ફરતા જરાકમાં બચ્યું, બીજી તરફ ઘટનાસ્થળની જેમ હોસ્પિટલમાં પણ એટલી દોડાદાડ હતી. રવિવારે સાંજે કૉર્પોરેશનના અધિકારીઓ દ્વારા બિલ્ડિંગ જર્જરિત હોવાથી તે ખાલી કરવાની નોટિસ આપી હતી.
WhatsApp આપશે અંધારામાં મેસેજ મોકલવાની સુવિધા

WhatsApp આપશે અંધારામાં મેસેજ મોકલવાની સુવિધા

વૉટ્સએપે ડાર્ક મોડ અને સ્વાઇપ ટુ રિપ્લાય જેવા ફિચર્સ પોતાની ટેકનોલોજી સાથે જોડ્યા છે. જો કે હાલ આ ફિચર્સ બીટા ફેઝ પર છે અને ટૂંક સમયમાં યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ફોનમાં વૉટ્સએપ પર મેસેજ કરતી વખતે સ્ક્રીનનં સંપૂર્ણ રીતે બ્લેક કરી શકશે. આ ફિચરનો ઉપયોગ અંધારામાં કરવાથી યુઝર્સની આંખો પર ઓછો પ્રભાવ થશે.
અંધાધૂનના પ્રમોશનમાં સાથે નહીં જોવા મળે તબુ-આયુષ્યમાન ખુરાના

અંધાધૂનના પ્રમોશનમાં સાથે નહીં જોવા મળે તબુ-આયુષ્યમાન ખુરાના

પાંચ ઑક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ અંધાધૂનમાં આયુષ્માન જોઈ ન શકતો પિયાનો-પ્લેયર બન્યો છે. શ્રીરામ રાઘવનના જણાવવા મુજબ આયુષ્માન અને તબુ ફિલ્મમાં પ્રતિદ્વંદ્વી છે અને એ ઑનસ્ક્રીન તાલમેલ જળવાઈ રહે એ હેતુએ ડિરેક્ટરે તેમને ફિલ્મના પ્રમોશનમાં સાથે આવવાની ના પાડી છે. જેથી કરીને ફિલ્મને લઈને જે દર્શકોમાં ઉત્સુકતા છે એ અકબંધ રહે.
સોનુ સૂદ સાથે આવી હરકત કરી બેઠા રણવીર-રાહિત

સોનુ સૂદ સાથે આવી હરકત કરી બેઠા રણવીર-રાહિત

એક્ટર રણવીર સિંહ અને ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સોનૂના સિક્સ પેકને દેખાડતો ફોટો શૂટ કર્યો છે. તેઓ ફિલ્મ સિંબાનું શૂટિંગ કરી રહ્યાં છે. ખાલી સમયમાં રણવીર અને રોહિતે સોનૂને સીડી પર પકડી લીધો અને તેનું ગંજી ઉંચુ કરીને ફોટો ક્લિક કરાવ્યો. સોનૂ શરમાતો અને પોતાને છોડવતો દેખાય છે. રણવીરે આ તસ્વીર પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, 'ભાઈ From Another ભાઈ'.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more