Short News

મહારાષ્ટ્રમાં અનામત મેળવવા મુસ્લિમોના 60 જૂથો થયા એક

મહારાષ્ટ્રમાં અનામત મેળવવા મુસ્લિમોના 60 જૂથો થયા એક

મહારાષ્ટ્રમાં મુસલમાન સમાજ ગત કેટલાંય વર્ષોથી પાંચ ટકા અનામતની માંગણી કરી રહ્યાં છે આ પહેલી વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં આટલા બધા સંગઠનોએ એક સાથે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હોય. હવે મુસ્લિમ આરક્ષણ સંયુક્ત સમિતિની સ્થાપના કરવામાં આવી છે. કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ હુસૈન દલવાઇએ જણાવ્યું કે, હવે અમે વિધિવત કાયદાકીય રીતે અનામતની લડાઇ લડીશું.
ગુજરાતમાં ખેડૂતોની તોબા : 111 કિલો લસણના ભાવમાં આવે 1 લીટર પેટ્રોલ

ગુજરાતમાં ખેડૂતોની તોબા : 111 કિલો લસણના ભાવમાં આવે 1 લીટર પેટ્રોલ

ગુજરાતમાં મોરબી જિલ્લાના 20 ગામોના ખેડૂતોના ઉભા પાક સુકાય છે ત્યારે ડેમી 2 અને 3 ડેમમાં નર્મદાના નીર ઠાલવી ડેમ ભરવાની માંગ સાથે 6 દિવસથી સતત નવા નવા કાર્યક્રમો સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. અત્યારે ખેડૂત લસણ 111 કિલો વહેંચે ત્યારે 1 લીટર પેટ્રોલ આવે છે, સરકારની આંખ ખોલવા માટીની સાથે લસણ પણ ડેમમાં નાખી ડેમ પૂરવાનો નવતર વિરોધ કાર્યક્રમ કર્યો હતો.
ગોધરાની કચેરી બની પૌરાણિક અવશેષોનું સ્થાન

ગોધરાની કચેરી બની પૌરાણિક અવશેષોનું સ્થાન

ગોધરાની જૂની મામલતદાર કચેરી જાણે પૌરાણિક અવશેષોનું વિશેષ સ્થાન બની ગઇ હોય તેમ ખોદકામ દરમિયાન એક પછી એક પૌરાણિક અવશેષો મળી રહ્યા છે. જેમાં આ વખતે વધુ એક પૌરાણિક દિવાલ મળી આવી છે. જેથી હાલ પુરતુ ખોદકામ અટકાવી દેવાયુ છે. અને પુરાતત્વ વિભાગને જાણ કરાતા આ અવશેષોના નમૂના લઇને તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યુ છે.
વડાપ્રધાન મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે

આગામી 30 સપ્ટેમ્બરના રોજ રવિવારે એક દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી આણંદ, અંજાર કે મુંદ્રા અને રાજકોટ ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાનની મુલાકાત નક્કી થઈ છે પરંતુ કાર્યક્રમો અને સમય ફાઈનલ નથી થયાં. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમનો ટાઈમ હજી ચોક્કસપણે જાહેર નથી થયો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more