Short News

મરીના બીચ પર કરૂણાનિધિની સમાધિને લઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ

મરીના બીચ પર કરૂણાનિધિની સમાધિને લઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ

તામિલનાડુના પૂર્વ સીએમ કરૂણાનિધિની સમાધિ મરીના બીચ પર બનશે કે નહીં તે વિશે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરુ થઈ ચુકી છે. સમાધિના વિવાદને લઈ સમર્થકો રાતે 11 વાગ્યે જ હાઈકોર્ટ પહોંચી ગયા હતા. તેમજ ચીફ જસ્ટિસના ધરે જ બે જજની બેન્ચ દ્વારા સુનાવણીને બુધવાર સુધી સ્થગિત કરી હતી. કરૂણાનિધિના પાર્થિવ શરીરને રાજાજી હોલ ખાતે રાખવામાં આવ્યા છે.
મગફળી કૌભાંડના વિરોધમાં પરેશ ધાનાણી બાપુ સામે નતમસ્તક

મગફળી કૌભાંડના વિરોધમાં પરેશ ધાનાણી બાપુ સામે નતમસ્તક

ગુજરાતમાં મગફળી કૌભાંડમાં દોષિતોને સજા થાય તેવી માંગ સાથે પરેશ ધાનાણી ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરી રહ્યા છે. ત્યારે આજે તેઓ ગાંધી આશ્રમે પહોંચી બાપૂના હૃદયકુંજમાં નતમસ્તક થઈ બાપુના આશિર્વાદ મેળવી બહાર બેસી ઉપાસની શરુઆત કરી હતી. હાલ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાબરમતી આશ્રમ ખાતે ઉપાવાસ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે.
વડોદરાઃ કૌભાંડી ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈમાં ધડપકડ

વડોદરાઃ કૌભાંડી ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈમાં ધડપકડ

વડાદરા શહેરના ઉદ્યોગપતિ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરાની બુધવારે મોડી સાંજે દુબઈ ખાતે ધરપકડ કરવામાં આવી છે. 5000 કરોડના બેંક કૌભાંડમાં સંડોવાયેલા ઉદ્યોગપતિ અદાલતી કાર્યવાહીથી બચવા કેટલાંક દિવસથી દેશ છોડી પલાયન થઈ ગયા હતા. ત્યારે ભારતીય કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરતા દુબઈ પોલીસે તેની ધરપકડ કરી છે.
કઈ બિમારી સામે ઝઝૂમી રહ્યા છે અટલ બિહારી વાજપેયી

કઈ બિમારી સામે ઝઝૂમી રહ્યા છે અટલ બિહારી વાજપેયી

છેલ્લા 9 સપ્તાહથી એઈમ્સમાં ભરતી થયેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે. તેમની તબિયત સતત કથળ રહી છે. એઈમ્સમાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ નેતા મોડી રાત સુધી એઈમ્સ પહોંચતા રહ્યા. કિડની ઈન્ફેક્શન, છાતીમાં સંકુલન અને પેશાબ ઓછો થવાને કારણે 11 જૂનથી એઈમ્સમાં ભરતી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more