Short News

ED 11 મહિના પછી કરી શકી રામ રહીમની ખાસ હનીપ્રિતની ડાયરી, કરોડોની સંપત્તિનો થયો ખુલાસો

ED 11 મહિના પછી કરી શકી રામ રહીમની ખાસ હનીપ્રિતની ડાયરી, કરોડોની સંપત્તિનો થયો ખુલાસો

EDને ડેરા પ્રમુખ રામ રહીમની ખાસ હનીપ્રીતની ડાયરી ડીકોડ કરવામાં 11 મહિને સફળતા મળી છે. ડાયરીમાં વાયાનાડ કેરલા લેન્ડ, મશીન વેટ ઓછું કરનારી, હિમાચલની નવી જમીન, દાર્જિલિંગ લેન્ડ, ન્યૂ લેન્ડ ઓરેન્જ કાઉન્ટીની બીજી તરફ, મની ટ્રાન્સફર રિઝોર્ટ ટૂડે, હિમાચલની જમીન રિઝોર્ટના નામે કરવી, ટીમ્સ ફોર વી 7 ઈન 12, 25 દઈ દો ગર્ગને, સંજૂ લેન્ડ ગુડગાંવ જેવા કોર્ડવર્ડ વપરાયા છે.
રણવીર-દીપિકાએ લગ્નની ડેટ પાછી ઠેવવાનો લીધો નિર્ણય, જાણો કારણ

રણવીર-દીપિકાએ લગ્નની ડેટ પાછી ઠેવવાનો લીધો નિર્ણય, જાણો કારણ

રણવીર અને દીપિકા પોતાના લગ્નને લઈ ભારે ચર્ચા છે. ત્યારે મીડિયા રિપોર્ટમાં વધુ એક માહિતી બહાર આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રણવીર સિંહ અને દીપિકા પદુકોણના લગ્ન 12 નવેમ્બરના રોજ ઈટલમાં થવાના હતા. પરંતુ આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રણવીર અને દીપિકા જાન્યુઆરી 2019માં લગ્ન કરશે કારણ કે લગ્નની તારીખને લઈ લોકોને તેમના લગ્નનો અંદાજો આવી ગયો હતો.
હવે રોડ એક્સિડન્ટમાં મળશે 15 લાખ રૂપિયા સુધીનુ વળતર

હવે રોડ એક્સિડન્ટમાં મળશે 15 લાખ રૂપિયા સુધીનુ વળતર

રોડ અકસ્માતમાં મૃત્યુ થાય તેવા સંજોગોમાં હવે 1 લાખને બદલે 15 લાખ સુધીનું વળતર આપવામાં આવશે. ઈન્શ્યોરન્સ પ્રક્રિયાને નિયંત્રિત કરતી ઓથોરિટી IRDAIએ કંપનીઓને સુચના આપી છે કે તેમણે વાર્ષિક પોલીસીમાં રૂ. 750ના પ્રિમિયમનો વધારો કરીને બધા જ પ્રકારના વાહનોના ડ્રાઈવર-માલિકોનો સમાવેશ કરી લેવાનો આદેશ આપ્યો છે.
‘મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશ સાથે વિશ્વાસઘાત કર્યો'

‘મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશ સાથે વિશ્વાસઘાત કર્યો'

શનિવારે રાફેલ ડીલ પર રાહુલ ગાંધીએ કહ્યુ, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મળીને સુરક્ષાબળો પર એક લાખ 30 હજાર કરોડ રૂપિયાની સર્જીકલ સ્ટ્રાઈક કરી. પ્રધાનમંત્રી મોદી તમે આપણા શહીદ સૈનિકોના લોહીનું અપમાન કર્યુ છે. તમને શરમ આવવી જોઈએ, તમે ભારતની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો. તેમણે (મોદી) દેવાળિયા અનિલ અંબાણીને અબજો ડૉલરનો સોદો અપાવ્યો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more