Short News

આ 16 રાજ્યોમાં આવનારા બે દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી

આ 16 રાજ્યોમાં આવનારા બે દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) એ શનિવારે જણાવ્યું હતું કે કેરળ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સહિતના 16 રાજ્યોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. માછીમારોને મધ્ય અરબિયાની સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં 800 લોકો વરસાદમાં મૃત્યુ પામ્યા છે.
રોડ કિસી કે બાપ કી નહિ હૈ, અક્ષય કુમારે પોતાની સ્ટાઈલમાં આપ્યો રોડ સેફ્ટીનો મેસેજ

રોડ કિસી કે બાપ કી નહિ હૈ, અક્ષય કુમારે પોતાની સ્ટાઈલમાં આપ્યો રોડ સેફ્ટીનો મેસેજ

રોડ પર કેટલાય નબીરાઓ એવા મળી રહેતા હોય છે. જે ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરી રોડ પોતાના બાપનો હોય તેમ ગાડી ચલાવતા હોય છે. ત્યારે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર રોડ સેફ્ટીને લઈ વીડિયો શેર કર્યા છે. સડક સુરક્ષા જીવન રક્ષા અંતર્ગત અક્ષય કુમારે પોતાની સ્ટાઈલમાં રોડ સેફ્ટિનો મેસેજ આપ્યો છે.
VIDEO: અમિતાભની દોહિત્રીએ મા સાથે મસ્તી સાથે કર્યુ ફોટોશૂટ

VIDEO: અમિતાભની દોહિત્રીએ મા સાથે મસ્તી સાથે કર્યુ ફોટોશૂટ

શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી બંને હાલમાં સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેમના ફોટા આવતા જ વાયરલ થઈ જાય છે. મા-બેટીની આ જોડી હાલમાં એક બ્રાન્ડનું પ્રમોશન કરતા જોવા મળ્યા. જેના શૂટિંગ વખતે શ્વેતા અને નવ્યાએ ખૂબ મસ્તી કરી. બંનેની મસ્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે બંનેના ફોટોશૂટે પણ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
સુરતઃ ઘર પાસે રમતી 3 વર્ષની બાળકીને નરાધમે બનાવી હવસનો શિકાર

સુરતઃ ઘર પાસે રમતી 3 વર્ષની બાળકીને નરાધમે બનાવી હવસનો શિકાર

સુરતમાં ફરીવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીના સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં 3 વર્ષની બાળકી ઘરની બહાર રમી રહી હતી. તે દરમિયાન એક શખ્સ બાળકીને ઉઠાવી ગયો હતો. એટલુ જ નહી ઘરની બાજુના ધાબા પર લઈ જઈ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ધાબા પરથી બાળકીના રડવાનો અવાજ આવવાથી સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more