Short News

ઈન્ડિયન નેવીને નવાં 111 યૂટિલિટી હેલિકોપ્ટર મળશે

ઈન્ડિયન નેવીને નવાં 111 યૂટિલિટી હેલિકોપ્ટર મળશે

ડીએસી તરફથી શનિવારે 46000 કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપી દેવામાં આવી છે. ડીએસી તરફથી આ રકમને મળેલી મંજૂરી કેટલાય હથિયાર સિસ્ટમ અને સેનાઓ માટે અન્ય માલ-સામાન ખરીદવામાં મદદ મળી શકશે. ડીએસી તરફથી શનિવારે આપેલી મંજૂરીમાં ભારતીય નૌસેના માટે 111 યૂટિલિટી હેલિકોપ્ટર્સ ખરીદવાનો રસ્તો સાફ થઈ શક્યો છે. 21000 કરોડના ખર્ચે આ હેલિકોપ્ટર્સને ખરીદવામાં આવશે.
PPF સહિત નાની બચત યોજનાના વ્યાજ દરમાં સરકારે કર્યો વધારો

PPF સહિત નાની બચત યોજનાના વ્યાજ દરમાં સરકારે કર્યો વધારો

સરકારે PPF સહિતની નાની બચત યોજનાઓમાં 0.4 ટકા વ્યાજ દર વધારાની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસકગાળા 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બરમાં આ યોજનામાં રોકાણ કરવાથી વધારે વ્યાજ મળશે. PPFમાં 7.6%ના બદલે 8%, એનએસસીમાં 7.6%ના બદલે 8%, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.1ના બદલે 8.5%, કિસાન વિકાસપત્ર પર 7.3%થી વધીને 7.7% કરવામાં આવ્યો છે.
ગુજરાતના ખેડૂતો હવે વરસાદની આશા ના રાખે

ગુજરાતના ખેડૂતો હવે વરસાદની આશા ના રાખે

ગુજરાતમાં હજી પણ મેઘરાજાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર છે. રિપોર્ટ મુજબ આગામી દિવસોમાં વરસાદ પડવાના કોઈ એંધાણ નથી. છેલ્લા ત્રણ દિવસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક દરિયાઈ ભાગમાં સામાન્ય વરસાદ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ પણ શક્યતાઓ દેખાઈ રહી નથી.
એક વર્ષમાં ગાયને સંસ્કૃત અને તમિલ બોલતી કરીશઃ સ્વામી નિત્યાનંદ

એક વર્ષમાં ગાયને સંસ્કૃત અને તમિલ બોલતી કરીશઃ સ્વામી નિત્યાનંદ

દક્ષિણ ભારતમાં ચર્ચિત સ્વયંભૂ સ્વામી નિત્યાનંદનો દાવો છે કે, તેઓ એક વર્ષમાં એવી ગાય તૈયાર કરશે જે સંસ્કૃત અને તમિલ ભાષા બોલી શકશે. નિત્યાનંદના આ પ્રવચનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. નિત્યાનંદનું કહેવું છે. તેમણે તેના માટે એક સોફ્ટવેર તૈયાર કર્યુ છે. તેમનું કહેવું છે કે આ સોફ્ટવેરના ટેસ્ટિંગ બાદ જ હું આ કહી રહ્યો છું   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more