Short News

કર્ણાટક: 3 સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી શપથ લેશે- કુમારસ્વામી

કર્ણાટક: 3 સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી શપથ લેશે- કુમારસ્વામી

કર્ણાટકની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા વળાંક આવી રહ્યા છે. એક તરફ જ્યાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઘ્વારા ફરીથી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પ્રગટ કરવામાં આવી છે તો બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી પણ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે તેમને જણાવવામાં આવ્યું છે કે નવા મુખ્યમંત્રી 3 સપ્ટેમ્બરે શપથગ્રહણ કરશે.
જેટ એરવેઝની મુંબઈ, દિલ્હી ઓફિસમાં ઇન્કમ ટેક્સે કર્યો સરવે

જેટ એરવેઝની મુંબઈ, દિલ્હી ઓફિસમાં ઇન્કમ ટેક્સે કર્યો સરવે

આવકવેરા વિભાગે બુધવારે જેટ એરવેઝની મુંબઈ અને દિલ્હીની ઓફિસોમાં સરવે હાથ ધર્યો હતો. એરલાઇન પર નાણાંની ઉચાપતના કેસમાં સરકારની તપાસ ચાલતી હોવાથી I-T વિભાગનો સરવે મહત્ત્વ ધરાવે છે. મુંબઈ અને દિલ્હીની બે-બે ઓફિસમાં સરવે હાથ ધરાયો હતો. જેનો હેતુ ખર્ચના વેરિફિકેશનનો હતો. જેટ એરવેઝે જણાવ્યું હતું કે, "સરવે IT વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે."
BSE, NSEને કોમોડિટી ડેરિવેટિવ્ઝની મંજૂરી

BSE, NSEને કોમોડિટી ડેરિવેટિવ્ઝની મંજૂરી

BSE અને NSEને સેબીએ પહેલી ઓક્ટોબરથી કોમોડિટી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની મંજૂરી આપી છે. એક્સ્ચેન્જ મેટલ્સ સહિત બિનકૃષિ કોમોડિટી પર ધ્યાન કેન્દ્રિત કરશે. BSE પર ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને કરન્સી ડેરિવેટિવ્ઝનું ટ્રેડિંગ થાય છે. સેબી અનુસાર ઓક્ટોબર 2018થી દેશમાં યુનિફાઇડ એક્સ્ચેન્જ પ્રણાલી હેઠળ સ્ટોક એક્સેન્જિસ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ ઓફર કરી શકશે.
અમદાવાદઃ કર્ણાવતી ક્લબ પાસે કારમાં લાગી આગ, 2 મહિલાનો બચાવ

અમદાવાદઃ કર્ણાવતી ક્લબ પાસે કારમાં લાગી આગ, 2 મહિલાનો બચાવ

અમદાવાદના એસ જી હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે આજે સવારે કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં સવાર બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જો કે કારમાં અચાનક કઈ રીતે આગ લાગી તેનું રહસ્ય અકબંધ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more