Short News

ECની સર્વપક્ષીય બેઠકમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાના મુદ્દે કોંગ્રેસ એકલી પડી

ECની સર્વપક્ષીય બેઠકમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાના મુદ્દે કોંગ્રેસ એકલી પડી

દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ચર્ચા વચ્ચે આજે ચૂંટણી પંચે સર્વપક્ષીય બેઠક બોલાવી. ચૂંટણી પંચે આ બેઠકમાં આવનારી વિધાનસભા ચૂંટણી, લોકસભા ચૂંટણી સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન EVMનો મુદ્દો અનેક રાજકીય પક્ષે ઉઠાવ્યો હતો. કોંગ્રેસે માગ કરતાં કહ્યું કે ચૂંટણીમાં લગભગ 30 ટકા VVPATનો ઉપયોગ થાય છે જ્યારે કે AAPએ 20 ટકાની માગ રાખી.
ટ્રમ્પ સરકાર નિર્ણય, H-4 વિઝાધારકોની વર્ક પરમિટ કરશે રદ્દ

ટ્રમ્પ સરકાર નિર્ણય, H-4 વિઝાધારકોની વર્ક પરમિટ કરશે રદ્દ

ટ્રમ્પ સરકારે અમેરિકામાં વસવાટ કરતા તેમજ વર્ક કરતા ભારતીયોને આંચકો આપતો નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને એક ફેડરલ કોર્ટને જણાવ્યુ છે કે H-4 વીઝાધારકોની વર્ક પરમિટને રદ્દ કરશે, જેની સૌથી વધુ અસર અમેરિકા-ભારતીય મહિલાઓ પર પડશે. ટ્રમ્પ પ્રશાસને 3 મહીનામાં H-4 વીઝાધારકોની વર્ક પરમિટને રદ્દ કરવા માંગે છે. વધુ જાણવા સ્ક્રોલ કરો.
ટાન્ઝાનિયાઃ વિક્ટોરિયા સરોવર નાવ દુર્ઘટનામાં 131 લોકોના મોત

ટાન્ઝાનિયાઃ વિક્ટોરિયા સરોવર નાવ દુર્ઘટનામાં 131 લોકોના મોત

યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયાની સીમા આવેલા સૌથી મોટા સરોવરમાં નાવ ડૂબવાને લીધે અત્યાર સુધીમાં 131 લોકોના મોતને ભેટ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી ન્યેરેરી નામની બોટમાં તેની ક્ષમતા કરતાં બમણા લોકોને બેસાડવામાં આવ્યા હતા. જેના લીધે નાવનું સંતુલન બગડવાથી બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દર્ઘટનામાં 37 લોકોને બચાવી લેવાયા છે.
Pics: શિમલા દૂર્ઘટનાઃ પળભરમાં મોતના મુખમાં સમાઈ ગયા 13 જીવન

Pics: શિમલા દૂર્ઘટનાઃ પળભરમાં મોતના મુખમાં સમાઈ ગયા 13 જીવન

હિમાચલ પ્રદેશના શિમલામાં શનિવારની સવાર 13 લોકો માટે મોતનો સંદેશ લઈને આવી. 13 લોકોને લઈને જઈ રહેલી જીપ અચાનક શિમલાના સ્નેલમાં નિયંત્રણથી બહાર થઈ ગઈ અને 50 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ. દૂર્ઘટના એટલી ભયાનક હતી કે જીપમાં બેસેલા 10 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો. ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહિ.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more