Short News

નવા ઉપસભાપતિ હરિવંશ વિશે પીએમ મોદીએ જણાવી ખાસ વાત

નવા ઉપસભાપતિ હરિવંશ વિશે પીએમ મોદીએ જણાવી ખાસ વાત

પીએમે કહ્યુ કે હરિવંશ સિંહ કલમના ધની છે. તેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ખૂબ સુંદર કામ કર્યુ છે અને તેમના લેખન પ્રત્યે હંમેશા ઈમાનદારી જાળવી છે. પૂર્વ પીએમ ચંદ્રશેખરની સાથે કામ કરતી વખતે તેમને એ વાતની જાણ હતી કે તેઓ રાજીનામુ આપવાના છે તેમ છતાં તેમણે પદની ગરિમા જાળવી રાખી અને પોતાના વર્તમાનપત્રમાં તે વાત છાપી નહિ. તેમણે પત્રકારત્વને જનઆંદોલનની જેમ લીધુ.
દીપિકા અને રણવીરની મેરેજ ડેટ ફાઈનલ, આ તારીખે કરશે લગ્ન

દીપિકા અને રણવીરની મેરેજ ડેટ ફાઈનલ, આ તારીખે કરશે લગ્ન

બોલિવૂડ સ્ટાર કપલ દીપિકા પાદુકણ અને રણવીર સિંહના લગ્નની પુષ્ટિ થઈ ગઈ છે. રિપોર્ટ મળ્યા છે કે રણવીર દીપિકાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ સ્ટાર કપલ 20 નવેમ્બરનાં રોજ ઇટાલીમાં લગ્ન કરશે. આ ખુશીના સમાચર પર બોલિવૂડના સિનિયર કલાકાર કબીર બેદીએ ટ્વિટ કરી તેઓને અભિનંદન પાઠવ્યા છે. લગ્નમાં ફક્ત 30 જેટલા મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે.
તંગધારમાં સેનાએ બે પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર

તંગધારમાં સેનાએ બે પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર

ભારતીય સેનાએ સોમવાર મોડી રાત્રે તંગધાર સેક્ટરમાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. આ સૈનિકો એલઓસી પાર કરવા માટે ઘુસણખોરોની મદદ માટે ભારતીય સેના પર સીઝફાયર કર્યુ હતુ. જવાબમાં ભારતીય સેનાએ ગોળીબાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સરહદ પર ધમાસાણ મચ્યુ છે, જેમાં સેનાના બે જવાનો પણ શહીદ થયા છે.
હાર્દિકનો હુંકારઃ ઉપવાસ તો નિકોલમાં જ થશે

હાર્દિકનો હુંકારઃ ઉપવાસ તો નિકોલમાં જ થશે

પાટિદાર અનામત આંદોલન ફરીવાર વેગ પકડી રહ્યુ છે. સમાજને અનામત અપાવવાની લડાઈમાં હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી 13 દિવસ માટે આમરણાંત ઉપવાસ પર ઉતરશે. હાર્દિકે ઉપાવાસ માટે અમદાવાદ સ્થિત નિકોલ પાસેના મેદાનની માંગ કરી છે. જો કે એએમસીએ આ મેદાનને પાર્કિંગ તરીકે જાહેર કરતા હાર્દિકે હુંકાર કર્યો છે કે, ઉપવાસ તો નિકોલમાં જ થશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more