Short News

રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન તરીકે એનડીએના હરિવંશ નારાયણ સિંહનો વિજય

રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન તરીકે એનડીએના હરિવંશ નારાયણ સિંહનો વિજય

રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં NDAના હરિવંશ નારાયણ સિંહનો વિજય થયો છે. હરિવંશ નારાયણની તરફેણમાં 125 મત પડ્યા હતા. જ્યારે UPAના બી.કે.હરિપ્રસાદની તરફેણમાં 105 મત આવ્યા હતા. રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી માટે થયેલા બે વાર વોટિંગમાં પહેલી વાર હરિવંશને 115 અને બીજી વખતમાં 122 વોટ મળ્યાં.
કેરળ પૂર : મહિલાઓ બોટમાં ચડી શકે તે માટે પગથિયું બન્યો જવાન

કેરળ પૂર : મહિલાઓ બોટમાં ચડી શકે તે માટે પગથિયું બન્યો જવાન

કેરળમાં આવેલા પૂરમાં મહિલાઓએ બોટમાં બેસવા જઈ રહી હતી, પરંતુ પાણી વધુ હોવાથી બોટમાં બેસી શકતી ન હતી. ત્યારે, NDRFનો એક જવાન પગથિયાંની જેમ પાણીમાં સૂઈ ગયો અને મહિલાઓ તેની પીઠ પર પગ મૂકીને બોટ સુધી પહોંચે છે. પાણી એ જવાનના મોંને સ્પર્શી રહ્યું છે, પરંતુ તે પોતાના કર્તવ્ય પથ પરથી ડગતો નથી. આ 16 સેકન્ડનો વિડિયો જોઇને લોકો જવાનને વધાવી રહ્યા છે.
રાજીવ ગાંધીની જયંતિ પર વીર ભૂમિ પહોંચ્યા રાહુલ, પ્રિયંકા

રાજીવ ગાંધીની જયંતિ પર વીર ભૂમિ પહોંચ્યા રાહુલ, પ્રિયંકા

દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતિ પર આજે તેમની સમાધિ સ્થળ વીર ભૂમિ પર સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને પૂર્વ પ્રધામંત્રી મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ પણ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
લોકસભા ચૂંટણી 2019 પહેલા શિરોમણિ અકાલી દળનું મોટુ એલાન

લોકસભા ચૂંટણી 2019 પહેલા શિરોમણિ અકાલી દળનું મોટુ એલાન

આગામી લોકસભા ચૂંટણી પહેલા શિરોમણિ અકાલી દળે મોટુ એલાન કર્યુ છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે તેમનો પક્ષ 2019 માં થનારી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી બાદલે કહ્યુ કે તેમનો પક્ષ કોઈની પણ મદદ વિના ચૂંટણીમાં જીત મેળવશે. શિરોમણિ અકાલી દળ એકલા જ હરિયાણામાં ચૂંટણી મેદાનમાં ઉતરશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more