Short News

RSS કરી રહ્યું છે રાહુલ ગાંધીને પોતાના કાર્યક્રમમાં બોલાવવાની તૈયારી

RSS કરી રહ્યું છે રાહુલ ગાંધીને પોતાના કાર્યક્રમમાં બોલાવવાની તૈયારી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભલે સંઘની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હોય પણ સંઘ રાહુલને પોતાના કાર્યક્રમમાં બોલાવવાની તૈયારી કરી રહ્યો છે. 17 થી 19 સપ્ટેમ્બર વચ્ચે થનારા એક પ્રોગ્રામ માટે સંઘ રાહુલ ગાંધી સહિતના અનેક મોટા વિપક્ષી નેતાઓને નિમંત્રણ આપી શકે છે. સંઘના અરુણ કુમારે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં અનેક રાજકીય અને અન્ય ક્ષેત્રોના લોકોને બોલાવાશે.
Xiaomiએ સ્માર્ટફોન Mi 8 Youth કર્યો લોન્ચ, જાણો કિંમત

Xiaomiએ સ્માર્ટફોન Mi 8 Youth કર્યો લોન્ચ, જાણો કિંમત

સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ચીનમાં સ્માર્ટફોન Xiaomi Mi8 Youth Edition અને Mi8 સ્ક્રીન ફિંગરપ્રિન્ટ એડિશન લોન્ચ કરી દીધા છે. જેમાં Mi8 યૂથ મિડરેન્જ સ્માર્ટફોન છે. Mi 8 Youthની 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની કિંમત અંદાજે 14,800 રૂપિયા, 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજની કિંમત 18000 રૂપિયા તેમજ 6જીબી રેમ અને 128 સ્ટોરેજ ની કિંમત 21,200 રૂપિયા છે.
સેમસંગે સ્માર્ટફોન Galaxy A7 કર્યો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

સેમસંગે સ્માર્ટફોન Galaxy A7 કર્યો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ નિર્માતા કંપની સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન Galaxy A7 લૉન્ચ કરી દીધો છે. આપને જણાવી દઈએ કે મિડ રેન્જનો આ સ્માર્ટફોન સેમસંગનો પહેલો એવો ફોન છે જેમાં 3 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જો કે સેમસંગે હજી સુધી આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ જાણકારી આપી નથી. Galaxy A7 ફીચર્સ વિશે જાણકારી મેળવવા ડાબી બાજુ સ્ક્રોલ કરો.
જીપ ઈન્ડીયાએ પોતાની આ એસયુવીની લિમિટેડ એડિશન કરી લોન્ચ

જીપ ઈન્ડીયાએ પોતાની આ એસયુવીની લિમિટેડ એડિશન કરી લોન્ચ

જીપ ઈન્ડિયાએ ભારતમાં પોતાની લોકપ્રિય એસયુવી કમ્પાસના નવા વેરિયન્ટની લિમિટેડ એડિશન લોન્ચ કરી દીધી છે. આ નવા વેરિયન્ટનુ નામ કમ્પાસ લિમિટેડ પ્લસ રાખવામાં આવ્યુ છે. લિમિટેડ પ્લસ વેરિયન્ટની નવી દિલ્હી એક્સ શોરૂમ કિંમત 21.07 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારનું બુકિંગ 50 હજાર રૂપિયામાં કરાવી શકો છો. વધુ જાણકારી માટે સ્ક્રોલ કરો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more