Short News

દિલ્હીઃ ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મ

દિલ્હીઃ ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મ

રાજધાની દિલ્હી ફરીવાર એક વાર શર્મસાર થયુ છે. દિલ્હીમાં ગોલ માર્કેટ પાસે એક સરકારી સ્કૂલના કેમ્પસમાં સ્કૂલના એક ઈલેક્ટ્રિશિયને બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળવા લાગ્યુ હતુ. આ કેસમાં પોલીસે આરોપી રામ આસરેને ઝડપી પાડ્યો છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનની બાયોફિલ્મમાં આ એક્ટર કરશે વાજપેયીની ભૂમિકા

પૂર્વ વડાપ્રધાન મનમોહનની બાયોફિલ્મમાં આ એક્ટર કરશે વાજપેયીની ભૂમિકા

હાલ પૂર્વે પ્રધાનમંત્રી વાજપેયીની હાલત ગંભીર હોય તેને એઈમ્સ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે વાજપેયી પૂર્વ પીએમ મનમોહન સિંહના જીવન આધારિતી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં પણ જોવા મળશે. આ બાયોફિલ્મમાં અટલજીની ભૂમિકામાં અભિનેતા રામ અવતાર ભારદ્વાજ જોવા મળશે.
સતત ચોથા દિવસે રૂપિયો રૂપિયો ડોલર સામે ગગડ્યો

સતત ચોથા દિવસે રૂપિયો રૂપિયો ડોલર સામે ગગડ્યો

આ સપ્તાહના સતત ચોથી દિવસે રૂપિયો ડોલરના મુકાબલે નબળો પડ્યો છે. મંગળવારે રૂપિયાએ ડોલર સામે 70ની સપાટી કુદાવ્યા બાદ આજે 70.32ના રેકોર્ડ ઘટાડા સાથે ખુલ્યો છે. નિષ્ણાંતોના મતે તુર્કીની અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહી હોય તેની અસર સતત ભારતીય રૂપિયા પર પડી રહી છે. અઠવાડિયામા ચોથા દિવસે રૂપિયાએ ડોલરના મુકાબલામાં 70.25ના સ્તર પરથી શરૂઆત કરી છે.
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બનશે બાયોફિલ્મ

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બનશે બાયોફિલ્મ

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલિલતા પર બાયોપિક બનવા જઈ રહેલી છે. ફિલ્મ ક્રિટિક તરન આદર્શે ટ્વિટ કરીને જણાવ્યુ છે કેવિબરી મીડિયા જયલલિતા પર હિન્દી, તમિલ અને તેલુગુમાં બાયોપિક બનાવશે. તેમજ આ બાયોફિલ્મને 2019માં જયલલિતાની જન્મતિથિ 24 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકીય જીવન પહેલા તેઓએ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more