Short News

બેંકોને કામ કરવાની સંપૂર્ણ સ્વાયત્તતા આપીઃ પિયુષ ગોયલ

બેંકોને કામ કરવાની સંપૂર્ણ સ્વાયત્તતા આપીઃ પિયુષ ગોયલ

ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે "આપણે બેંકોએ જે મુજબ ચાલવું પડે તેવા ભારતીય સંદર્ભને આપણે ભુલવો ન જોઈએ, ભારતના ગરીબો, MSMEs અને ખેડૂતોની પણ પરફોર્મ કરવાની જવાબદારીઓ છે. હું ગર્વ સાથે કહી શકું કે લોન, રિટ-ઑફ કે સેટલમેન્ટ મામલે છેલ્લા 4 વર્ષમાં કોઈપણ અધિકારી કે રાજનેતા તરફથી સરકારને એકપણ ફોન નથી આવ્યો.
છોકરીઓને ફટકારનાર રાજપથ ક્લબના સ્વિમિંગ કોચની વધી શકે છે મુશ્કેલી

છોકરીઓને ફટકારનાર રાજપથ ક્લબના સ્વિમિંગ કોચની વધી શકે છે મુશ્કેલી

છોકરીઓને પટ્ટાથી ફટકારનાર રાજપથ ક્લબના સ્વિમિંગ કોચની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. રાજપથ ક્લબે મીડિયા તેમજ અન્ય લોકોના વધતા દબાણથી કોચ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. હવે ક્લબ તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે કે, કોચ વિરૂદ્ધ કોઈને ફરિયાદ હોય તો 21મી સપ્ટેમ્બરના રોજ ક્લબમાં હાજર રહેવું જ્યાં કોચ સામે કેવા પગલા લેવા તે નક્કી કરાશે.
એમેઝોન, સમારાએ બિરલાની More ને 4,200 કરોડમાં ખરીદી

એમેઝોન, સમારાએ બિરલાની More ને 4,200 કરોડમાં ખરીદી

સમારા કેપિટલ અને એમેઝોને આદિત્ય બિરલા જૂથની ફૂડ અને ગ્રોસરી રિટેલ ચેઇન Moreને લગભગ રૂપિયા 4,200 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં હસ્તગત કરી છે. બે સિનિયર એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર આદિત્ય બિરલા ગ્રૂપના વરલી, મુંબઈ ખાતેના હેડક્વાર્ટરમાં બુધવારે બપોરે 1:30 કલાકે સોદા પર હસ્તાક્ષરની પ્રક્રિયા શરૂ થઈ હતી. ABRL 575 More સ્ટોર્સની માલિકી ધરાવે છે.
જેટ એરવેઝની મુંબઈ, દિલ્હી ઓફિસમાં ઇન્કમ ટેક્સે કર્યો સરવે

જેટ એરવેઝની મુંબઈ, દિલ્હી ઓફિસમાં ઇન્કમ ટેક્સે કર્યો સરવે

આવકવેરા વિભાગે બુધવારે જેટ એરવેઝની મુંબઈ અને દિલ્હીની ઓફિસોમાં સરવે હાથ ધર્યો હતો. એરલાઇન પર નાણાંની ઉચાપતના કેસમાં સરકારની તપાસ ચાલતી હોવાથી I-T વિભાગનો સરવે મહત્ત્વ ધરાવે છે. મુંબઈ અને દિલ્હીની બે-બે ઓફિસમાં સરવે હાથ ધરાયો હતો. જેનો હેતુ ખર્ચના વેરિફિકેશનનો હતો. જેટ એરવેઝે જણાવ્યું હતું કે, "સરવે IT વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે."
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more