Short News

અલ્બાનિયાઃ એક શખ્સે 8 સંબંધિઓને ગોળી મારી કરી હત્યા

અલ્બાનિયાઃ એક શખ્સે 8 સંબંધિઓને ગોળી મારી કરી હત્યા

અલ્બાનિયાની રાજધાની તિરાનાથી 90 કિમી દક્ષિણમાં રસુલાજ ગામમાં એક 24 વર્ષીય શખ્સે પોતાના જ 8 સંબંધિઓની ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો છે. જો કે હાલ પણ તેના હાથમાં હથિયાર હોય લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી હથિયાર સાથે ફરાર થઈ ગયો છે. જો કે આ હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યુ નથી.
36 વર્ષ સુધી વર્જિનિટી રાખી અકબંધ, આખરે આટલા રૂપિયામાં કરી હરાજી

36 વર્ષ સુધી વર્જિનિટી રાખી અકબંધ, આખરે આટલા રૂપિયામાં કરી હરાજી

જર્મનીની એક યુવતીએ 36 વર્ષ સુધી પોતાનું કૌમાર્ય અકબંધ રાખી પોતાના કૌમાર્યની ઓનલાઈન હરાજી કરી હતી. મેન્ડી નામની આ યુવતી ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે જોબ કરે છે. આપને જણાવી દઈએ કે, મેન્ડીની વર્જિનિટિ માટે એક બિઝનેસમેને બે કરોડ રુપિયા જેટલી ઊંચી બોલી લગાવી હતી. મેન્ડીએ કહ્યુ કે, એક સમયે તો વર્જિનિટી ગુમાવી જ પડે છે. પરંતુ તેને સાચવી રાખવા પર ઘણી કિંમત મળે છે.
વાજપેયીના સન્માનમાં દિલ્હી સ્થિત બ્રિટન હાઈકમાન્ડે અરધી કાઠીએ ફરાવ્યો ઝંડો

વાજપેયીના સન્માનમાં દિલ્હી સ્થિત બ્રિટન હાઈકમાન્ડે અરધી કાઠીએ ફરાવ્યો ઝંડો

પૂર્વ પીએમના નિધન બાદ તેના અંતિમ સંસ્કાર હિન્દુ રીતરિવાજ સાથે કરવામાં આવ્યા છે. ત્યારે વાજપેયીના અવસાન પર અમેરિકા, ચીન, બાંગ્લાદેશ, બ્રિટેન, નેપાળ, જાપાન અને મોરેશિયસે દુ:ખ વ્યક્ત કર્યું છે. ભારતમાં બ્રિટનના હાઈકમિશ્નરે કહ્યું કે, રાષ્ટ્રધ્યક્ષના રૂપમાં બ્રિટેનમાં તેમનું ભારે સમ્માન હતુ. બ્રિટન હાઈકમાન્ડે તેના સન્માનમાં ઝંડો અડધી કાઠીએ ફરકાવ્યો હતો.
રેપ પીડિતાના ‘ટુ ફિંગર ટેસ્ટ' માટે મનાઈ, નવી ગાઈડલાઈન જાહેર

રેપ પીડિતાના ‘ટુ ફિંગર ટેસ્ટ' માટે મનાઈ, નવી ગાઈડલાઈન જાહેર

ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કરીને કહ્યુ છે કે રેપ મામલે પીડિતા સાથે ડૉક્ટર સંવેદનશીલતાથી વર્તે. ગૃહ મંત્રાલય તરફથી દિશા-નિર્દેશ જાહેર કરીને જણાવવામાં આવ્યુ છે કે રેપ પીડિતાની મેડીકલ તપાસ દરમિયાન તેઓ શું નથી કરી શકતા અને કયા પ્રકારના સવાલ નથી પૂછી શકતા. આ વર્ષે 25 જુલાઈના રોજ ગૃહ મંત્રાલય તરફથી આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more