Short News

ઘોડો લઈને ટ્રેનમાં ચડ્યો વ્યક્તિ, લોકો જોતા જ રહી ગયા

ઘોડો લઈને ટ્રેનમાં ચડ્યો વ્યક્તિ, લોકો જોતા જ રહી ગયા

ટ્રેનમાં મોટાભાગના લોકોએ મુસાફરી કરી છે. પરંતુ જરા વિચારો કે મુસાફરો થી ભરેલી ટ્રેનમાં કોઈ વ્યક્તિ ઘોડો લઈને પહોંચી જાય તો કેવી લાગે. હેરાન થવાની વાત નથી, પરંતુ આ બિલકુલ સાચી ઘટના છે. ઑસ્ટ્રેલિયામાં એક વ્યકતિએ બિલકુલ આવું જ કર્યું છે. ટ્રેનમાં ઘોડો જોઈને ઘણા લોકો હેરાન થઇ ગયા. લોકોએ તેની ફોટો ખેંચીને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી નાખી.
સરકાર ઘોર નિંદ્રામાં : ગીરના જંગલમાં 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12ના મોત

સરકાર ઘોર નિંદ્રામાં : ગીરના જંગલમાં 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12ના મોત

ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 11 સિંહોના 11 દિવસમાં મોત થયા છે. સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે 11 સિંહોના મોત થયા છે. સિંહોના મોત અલગ-અલગ કારણોથી થયા હોવાનું પ્રાથમિક તારણ છે.
સુરતમાં પાટીદાર નેતા ધીરુ ગજેરાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

સુરતમાં પાટીદાર નેતા ધીરુ ગજેરાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ગુરૂવારે કોંગ્રસમાંથી રાજીનામું આપી દીધું છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ધીરુભાઈ ગજેરાએ ઈમેલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામુ મોકલી આપ્યું છે. ધીરુભાઈ સાથે મોટી સંખ્યામાં તેમના કાર્યકરો પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.
SBI 10,000 ATM પર લગાવશે સોલર પેનલ

SBI 10,000 ATM પર લગાવશે સોલર પેનલ

દેશનાં સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંકે પર્યાવરણનાં સંરક્ષણ હેઠળ મહત્વનાં પગલાં ઉઠાવ્યા છે. SBIએ આ માટે આશરે 10 હજાર ATM પર સોલર પેનલ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. બેંકનાં મુખ્ય નાણાં અધિકારી (CFO) પ્રશાંત કુમારે મંગળવારે કહ્યું કે, હાલનાં સમયમાં બેંકનાં આશરે 1200 ATM કેન્દ્ર સૌર ઉર્જાથી સંચાલિત થાય છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more