Short News

બ્રાઝિલની આ જાતિના લોકોને દુનિયા સાથે નથી સંપર્ક

બ્રાઝિલની આ જાતિના લોકોને દુનિયા સાથે નથી સંપર્ક

બ્રાઝિલના જંગલોમાં ડ્રોન દ્વારા અમેઝોન નદીની આસપાસના વિસ્તારમાં એવી જનજાતિ મળી આવી છે, જેનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. આ સપ્તાહે બહાર પડાયેલા ફુટેજમાં પેરુની સરહદની પાસે જાવારી નદી આસપાસના ગાઢ જંગલમાં ઘણા લોકો ચાલતા હોવાની તસવીર સ્પષ્ટ દેખાય છે. એક તસવીરમાં કોઈએ ભાલા કે દંડા જેવી વસ્તુ પકડેલી દેખાય છે, જ્યારે ચાર-પાંચ લોકો તેની પાસે ઊભા છે.
આવતા મહિને લોન્ચ થશે Nokia 5.1 Plus, કંપનીએ કિંમત કરી જાહેર

આવતા મહિને લોન્ચ થશે Nokia 5.1 Plus, કંપનીએ કિંમત કરી જાહેર

આવતા મહિને Nokia 5.1 Plus સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે. ત્યારે HMD ગ્લૉબલે આ સ્માર્ટફોનની કિંમત પરથી પડદો ઉઠાવી લીધો છે. મહત્વનું છે કે નોકિયા 5.1 પ્લસ એક મહિના અગાવ લોન્ચ થઈ ચૂક્યો છે. પરંતુ કંપનીએ કિંમત પર પરદો પાડી રાખ્યો હતો. કંપની અનુસાર Nokia 5.1 Plus સ્માર્ટફોનની કિંમત ભારતમાં 10,999 રૂપિયા રાખવામાં આવી છે. વધુ જાણકારી માટે સ્ક્રોલ કરો.
દહીં સાથે ભૂલથી પણ ના કરવુ આ વસ્તુઓનું સેવન

દહીં સાથે ભૂલથી પણ ના કરવુ આ વસ્તુઓનું સેવન

દરરોજ દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દહીં અપચો, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓમાં લાભ આપે છે. પરંતુ દહીં સાથે અમુક વિરૂધ્ધ ખોરાકનું સેવન સ્વાસ્થ્યને લઈ અનેક સમસ્યાઓ પેદા કરી શકે છે. દહીં સાથે ડુંગળી ખાવાથી એસિડેટી, દાદર, એક્ઝિમાં, ખુજલી જેવી સમસ્યા પેદાન થઈ શકે છે. આ સિવાય દહીં સાથે ફીશ અને દૂધ જેવો ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ.
હાર્દિક પટેલે ફરી ઉચ્ચારી ચીમકી, લાલજી પટેલનું અલ્ટીમેટમ પણ કાલે થાય છે પૂર્ણ

હાર્દિક પટેલે ફરી ઉચ્ચારી ચીમકી, લાલજી પટેલનું અલ્ટીમેટમ પણ કાલે થાય છે પૂર્ણ

SPGએ સરકારને આપેલી સમય મર્યાદા પૂરી થવા આવતા લાલજી પટેલ પાટીદારોને અનામત અપાવવવા માટે મેદાને ઉતર્યા છે. બીજી તરફ પાસ નેતા હાર્દિક પટેલ પણ ગાંધી જયંતિથી હાર્દિકની પાસ સમગ્ર ગુજરાતમાં ફરી પ્રતિક ઉપવાસ પર ઉતરે તેવી સંભાવના છે. હાર્દિક આગામી 2 ઓક્ટોબરે મોરબીના બગથળા ગામે હાર્દિક પ્રતીક ઉપવાસ કરશે. હાર્દિક પોતાની 3 જૂની માગ સાથે ફરી આંદોલન કરે તેવી સંભાવના છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more