Short News

જાપાનઃ સરકારી હેલિકોપ્ટર થયુ દુર્ઘટનાગ્રસ્ત, 9 લોકોના મોત

જાપાનઃ સરકારી હેલિકોપ્ટર થયુ દુર્ઘટનાગ્રસ્ત, 9 લોકોના મોત

જાપાન સરકારનું એક હેલિકોપ્ટપ ગુંમાના પહાડિ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ હેલિકોર્ટરમાં સવાર તમામ 9 ક્રૂ મેમ્બરના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 10 વાગ્યેની આસપાસ હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 2017માં પણ આવી જ એક ઘટના ઘટી હતી.   
સ્કૂલગર્લે સાઇકલ લેવા એકઠા કરેલા પૈસા કેરળના પૂરપીડિતોને દાન કર્યાં

સ્કૂલગર્લે સાઇકલ લેવા એકઠા કરેલા પૈસા કેરળના પૂરપીડિતોને દાન કર્યાં

તમિલનાડુના વિલુપુર્રમમાં રહેતી અનુપ્રિયા નામની કિશોરી છેલ્લા 4 વર્ષથી સાયકલ ખરીદવા માટે પૈસા જમા કરી રહી હતી. તેણે ભેગા કરેલા 9000 રૂપિયા કેરાલા ફ્લડ રિલિફ ફંડમાં દાન કર્યા હતા. આ અંગેની માહિતી એક ટ્વીટર યુઝરે શેર કરતા હીરો સાયકલે તેને સાયકલ ગિફ્ટ કરવા જણાવ્યું છે. કંપનીએ લખ્યું, 'પ્રિય અનુપ્રિયા, અમે જરુરિયાતના સમયે માનવતાનું સમર્થન કરવા બદલ બિરદાવીએ છીએ.
Ind vs Eng : ત્રીજી ટેસ્ટ : બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 218/2

Ind vs Eng : ત્રીજી ટેસ્ટ : બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 218/2

નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતને આગળ વધારતા ભારતે 2 વિકેટના નુકસાને 70 ઓવરમાં 218 રન બનાવ્યા છે. ભારતે 386 રનની લીડ મેળવી લીધી છે. ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર છે. પુજારાએ 6 ઈનિંગ બાદ ટેસ્ટમાં હાફ સેન્ચૂરી મારી છે. આ શ્રેણીમાં વિરાટ કોહલીએ 400 રન પૂરા કર્યાં છે.
હાર્દિક પટેલ બની રહ્યો છે ટોળાશાહીનો સરદાર, છતાં સરકાર કેમ ચૂપ?

હાર્દિક પટેલ બની રહ્યો છે ટોળાશાહીનો સરદાર, છતાં સરકાર કેમ ચૂપ?

પાસ કન્વીનર હાર્દિક પટેલ 23 વર્ષની વયથી પાટીદાર અનામત આંદોલન શરૂ કરીને તેમાં જોડાઇ ગયો. આજે તે જાણીતુ નામ છે. તે અરાજકતા અને ટોળાશાહીને પ્રોત્સાહન આપી રહ્યો છે. આમ છતાં સરકાર તેની સામે નક્કર પગલાં ભરી શકતી નથી. વળી, આ પ્રકારની અરાજકતાને કોંગ્રેસ પીઠબળ પુરું પાડી રહી છે. હવે તેણે ધમકી આપી છે કે તે કાયદો હાથમાં લેતા અચકાશે નહીં.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more