Short News

ઈમરાન-પોમ્પિયોની વાતચીતમાં આતંકવાદનો ઉલ્લેખ કરાયો નથી: પાકિસ્તાન

ઈમરાન-પોમ્પિયોની વાતચીતમાં આતંકવાદનો ઉલ્લેખ કરાયો નથી: પાકિસ્તાન

ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યાં બાદ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ તેમની સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી. હવે આ વાતચીતમાં આતંકવાદનો મુદ્દે ચર્ચાયો તે વિષે અમેરિકા-પાકિસ્તાન વચ્ચે વિવાદ થયો છે. અમેરિકાનું કહેવું છે કે પોમ્પિયોએ ઇમરાન ખાનને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે આતંકવાદનો મુદ્દો ચર્ચાયો નથી.
કુંભ મેળામાં વિદેશી શ્રધ્ધાળુઓ માટે કરાશે હેલિકોપ્ટરની વ્યવસ્થા

કુંભ મેળામાં વિદેશી શ્રધ્ધાળુઓ માટે કરાશે હેલિકોપ્ટરની વ્યવસ્થા

આગામી વર્ષે ઈલાહાબાદમાં કુંભ મેળાનું આયોજન થઈ રહ્યુ છે. ત્યારે મેળાને લઈ સરકારે અત્યારથી જ તૈયારી આરંભી દીધી છે. અધિકારોએ દાવો કર્યો છે કે, કુંભ મેળા દરમિયાન પહેલીવાર ભારતમાં વિદેશી યાત્રાળુઓને હેલિકોપ્ટરની સુવિધા આપવામાં આવશે. તેની સાથે સમગ્ર કુંભમાં ટેન્ટ સીટી વિકસીત કરવામાં આવશે જેમાં 5000 કોટેજ હશે.
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, 95 વર્ષીય દિલીપ કુમારને 5 સપ્ટેમ્બરે છાતીમાં દુઃખાવો થતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસમાં તેને ન્યુમોનિયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે હવે દિલીપ કુમારની તબીયત સુધારા ઉપર છે. તેને નળી દ્વારા ખોરાક આપવામાં આવે છે.
યુવતીએ લગ્નની ના પાડી તો પ્રેમીએ MMS વાયરલ કર્યો

યુવતીએ લગ્નની ના પાડી તો પ્રેમીએ MMS વાયરલ કર્યો

છત્તીસગઢના કોરબામાં એક મામલો સામે આવ્યો છે જ્યાં એક યુવકે પોતાની જ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો છે. યુવક અને યુવતી ઘણા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ યુવક બેરોજગાર હતો એટલા માટે યુવતીના ઘરેથી લગ્ન માટે ના પાડી દીધી. યુવતીએ પણ યુવક સાથે છેડો ફાડી નાખ્યો. જેથી નારાજ પ્રેમીએ યુવતીને પાઠ ભણાવવા માટે તેની વીડિયો વાયરલ કરી નાખ્યો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more