Short News

અમેરિકાઃ વિદેશી વિદ્યાર્થીઓ માટે કડક પોલિસી, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી

અમેરિકાઃ વિદેશી વિદ્યાર્થીઓ માટે કડક પોલિસી, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી

અમેરિકાએ વિદેશોમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે પોલિસી કડક કરી દીધી છે. જી હા 9 ઓગસ્ટથી લાગુ થનારા આ નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે કે સ્ટુડન્ટ સ્ટેટસનું ઉલ્લઘંન કરનાર વિદ્યાર્થીને અને તેના પરિવારજનોની હાજરી ગેરકાયદે માનવામાં આવશે. જો વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટમાં પૂરતો સમય નહીં આપે તો તેને સ્ટુ઼ડન્ટ સ્ટેટસનું ઉલ્લંઘન માનવામાં આવશે.
સુરતઃ ઈન્સ્ટાગ્રામ પર બ્લેકમેલ કરી 5 શખ્સે વિદ્યાર્થીની પર આચર્યુ દુષ્કર્મ

સુરતઃ ઈન્સ્ટાગ્રામ પર બ્લેકમેલ કરી 5 શખ્સે વિદ્યાર્થીની પર આચર્યુ દુષ્કર્મ

સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી કરવાનું ભારે પડ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર એક વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી તેની સાથે 5 શખ્સોએ દૂષ્કર્મ કર્યુ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. માહિતી મળી છે કે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ શખ્સોએ યુવતી જોડે મિત્રતા કેળવી તેના ફોટા મેળવ્યા હતા. તેમજ ફોટાને વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતુ.
Realme 2ની તસવીર થઈ લીક, જાણો વિગત

Realme 2ની તસવીર થઈ લીક, જાણો વિગત

Realme ટૂંક સમયમાં જ પોતાના સ્માર્ટફોન Realme 2 લોન્ચ કરી શકે છે. Realme 2ની લીક થયેલી તસવીરોમાં તેનો ખુલાસો થયો છે. રિયસમી 2નું સતાવાર જાહેરાત પહેલા આ ફોનની તસ્વીર કંપનીની વેબ સાઈટ પર જોવા મળી છે. લીક થયેલી તસ્વીરમાં રિયલમી 2 સ્માર્ટફોનમાં નોચવાળી ડિસ્પ્લે જોઈ શકાય છે. તેની સાથે ડ્યુઅલ રિયર કેમરા અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે.
ગૂગલે લોન્ચ કર્યુ 'Person Finder' ટૂલ, જાણો શું છે ખાસિયત

ગૂગલે લોન્ચ કર્યુ 'Person Finder' ટૂલ, જાણો શું છે ખાસિયત

કેરળમાં પૂરનો ભોગ બનેલા લોકોને મદદ કરવા અને તેની સાથે જોડાવા માટે ગૂગલે પર્સન ફાઈન્ડર નામનું એક ટૂલ લોન્ચ કર્યુ છે. આ એપ્લિકેશન પૂર કે અન્ય કૂદરતી આપતિઓમાં ફસાયેલા લોકોને શોધવા માટે ઉપયોગી સાબિત થશે. તમે આ ટૂલની મદદથી ગુમ વ્યક્તિને શોધી શકો છો અથવા તો તમારી પાસે કોઈ વ્યક્તિની માહિતી હોય તો તમે આ ટૂલની મદદથી શેર કરી શકો છો. વધુ માહિતી માટે સ્ક્રોલ કરો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more