Short News

કેરળને મદદ આપવા યુએઈએ કહ્યું, હજુ સત્તાવાર જાહેરાત કરાઈ જ નથી

કેરળને મદદ આપવા યુએઈએ કહ્યું, હજુ સત્તાવાર જાહેરાત કરાઈ જ નથી

યુએઈની મદદની રજૂઆતનો અસ્વીકાર કર્યાના મામલે કેન્દ્ર અને કેરળ સરકાર વચ્ચેનો વિવાદમાં યુએઈના રાજદૂતે કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાતે હજુ સુધી સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરી નથી, જેમાં મદદની રકમનો ઉલ્લેખ હોય. રાજદૂત અહમદ અલબન્નાએ કહ્યું કે, કેરળમાં પૂર બાદ ચાલી રહેલા રિલીફ ઓપરેશનનું આંકલન કરવામાં આવી રહ્યું છે, એવામાં જણાવાઈ રહેલી રકમને ‘ફાઈનલ' કહી ના શકાય.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના લોકો સ્ટ્રોબેરી ખાવાથી ડરી રહ્યા છે, જાણો કારણ

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના લોકો સ્ટ્રોબેરી ખાવાથી ડરી રહ્યા છે, જાણો કારણ

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના લોકો સ્ટ્રોબેરી ખાવાથી ડરી રહ્યા છે. હકીકતમાં કેટલીક જગ્યાએ સ્ટોબેરીમાંથી સોય નીકળવાની ઘટનાઓ સામે આવી છે. જેને પગલે અફવા ઊડી રહી છે કે આ દેશોમાં વેંચાતી સ્ટ્રોબેરીમાં સોય છુપાવવામાં આવી છે. જેના લીધે લોકો સ્ટ્રોબેરી ખાતા ડરી રહ્યા છે. જો કે અફવા ફેલાવનારનો યુવકને પોલીસે પકડી પાડ્યો છે.
ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈ ઈમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર

ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈ ઈમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર

પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી બે દેશો વચ્ચેની શાંતિ વાર્તા કરવાની વાત કરી છે. તેમણે યૂનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલીની મીટિંગ સિવાય ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વારજ અને પાકિસ્તાનના વિદેશન મંત્રી શાહ મહમૂદ કુરેશી વચ્ચે મીટિંગ થાય તેવો આગ્રહ રાખ્યો છે. ઈમરાન ખાનનો આ પત્ર બે દેશોના સંબંધો સુધારવાનો પહેલો પ્રસ્તાવ છે.
એવું તે શું થયુ કે રડી પડ્યો સલમાન ખાન

એવું તે શું થયુ કે રડી પડ્યો સલમાન ખાન

અભિનેતા સલમાન ખાન એક બિઝી સ્ટારકાસ્ટ હોવા છતા સોશિયલ વર્ક માટે સમય કાઢી લે છે. સમલમાન ખાને મંગળવારે દિવ્યાંગ બાળકોના કેન્દ્ર ઉમંગનું ઉદ્ધાટન કહ્યુ હતુ. આ દરમિયાન તેણે બાળકો સાથે મસ્તી તેમજ ડાન્સ કર્યો હતો. પરંતુ જોત જોતામાં સલામન ખાન ઈમોશન થઈ ગયો હતો અને આંસુ લૂંછતો નજરે પડ્યો હતો. સલમાન વર્ષોથી ઉમંગ સાથે જોડાયેલો છે.    
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more