Short News

નેપાળની પહેલી હોટલમાં 'મેડ ઇન નેપાળ' રોબોટ પીરસે છે જમાવાનું

નેપાળની પહેલી હોટલમાં 'મેડ ઇન નેપાળ' રોબોટ પીરસે છે જમાવાનું

નેપાળની રાજધાની કાઠમાંડુમાં લોન્ચ થયેલા એક નવા રેસ્ટોરંટની સર્વિસ આજકાલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ રેસ્ટોરંટની ખાસિયત છે કે અહીં ગ્રાહકોને વેટર નહીં રોબોટ્સ જમવાનું પીરસે છે. આ રેસ્ટોરંટનું સ્લોગન છે- ‘વ્હેર ફૂડ મીટ્સ ટેક્નોલોજી'. ‘ધ નાઉલો રેસ્ટોરંટ' (નેપાળીમાં નવાને નાઉલો કહેવાય)માં વેટર અને સહાયકના બદલે પાંચ વેટર કામ કરે છે.
દુનિયામાં ભારતીય મોબાઇલ યુઝર્સ દિવસનો ચોથો ભાગ ખર્ચે છે મોબાઇલ પાછળ

દુનિયામાં ભારતીય મોબાઇલ યુઝર્સ દિવસનો ચોથો ભાગ ખર્ચે છે મોબાઇલ પાછળ

દુનિયાની બે તૃતિયાંશ વસતી મોબાઈલ ફોનથી કનેક્ટેડ છે. 500 કરોડથી વધુ લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. તેમાંથી 100 કરોડથી વધુ ભારતમાં જ છે. રિસર્ચ કંપની ઈમાર્કેટર મુજબ વર્ષના અંત સુધીમાં ભારતમાં 33.7 કરોડ સ્માર્ટફોન યુઝર્સ હશે. તે વાર્ષિક 16 ટકાથી દરથી વધી રહ્યા છે. મોબાઈલની આ ક્રાંતિ જોખમી છે. ICSSનો રિપોર્ટ કહે છે કે યુવાનો રોજ 6 કલાક સુધી ફોનનો ઉપયોગ કરે છે.
રોકાણકારોના 5.6 લાખ કરોડ ડૂબ્યા બાદએક્શનમાં આવી RBI

રોકાણકારોના 5.6 લાખ કરોડ ડૂબ્યા બાદએક્શનમાં આવી RBI

ભારતીય શેર માર્કેટમાં ગત શુક્રવારે થોડા સમય માટે આવેલા ઝડપી કડાકા બાદ ભારતીય રિઝર્વ બેંક અને બજાર નિયામક સેબીએ રવિવારે કહ્યું કે, તે બજાર પર નજર રાખી રહ્યાં છે અને જરૂર પડ્યે યોગ્ય કાર્યવાહી કરવા માટે તૈયાર છે. બજારમાં થયેલા કડાકાને કારણે રોકાણકારોના 5.6 લાખ કરોડ રૂપિયા ધોવાયા હતા. સેબીએ શેર માર્કેટ પાસેથી શુક્રવારે થયેલા મોટા સોદાની જાણકારી માંગી છે.
મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયાને પાર

મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયાને પાર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી એકવાર વધારો નોંધવામાં આવ્યો છે. નવા ભાવો લાગુ થયા બાદ પેટ્રોલ 92.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 74.02 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ 11 પૈસાના વધારા સાથે 81.83 રૂપિયા સુધી જ્યારે ડીઝલ 6 પૈસાના વધારા સાથે 79.44 રૂપિયા સુધી પહોંચી ગયુ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more