Short News

આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ, રાજ્યના શિવાલયોમાં ભક્તોની ભીડ

આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ, રાજ્યના શિવાલયોમાં ભક્તોની ભીડ

આજે 12 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થઈ ગયો છે. મહત્વનું છે કે આ વર્ષે શ્રાવણમાસનો પ્રારંભ 18 દિવસ મોડો થયો છે. શિવભક્તોમાં શ્રાવણમાસનું અનોખુ મહત્વ હોય રાજ્યના અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણમાસના પ્રારંભે સૌરાષ્ટ્રના શિવાલયોમાં પૂજન-અર્ચન, મહાઆરતી, જેવા ધાર્મિકકાર્યોમાં શિવભક્તો લીન બનશે.
સૂઇગામની ખારાશવાળી જમીનમાં 400 કરોડ રૂપિયાની મગફળી કેવી રીતે પાકી? : પરેશ ધાનાણી

સૂઇગામની ખારાશવાળી જમીનમાં 400 કરોડ રૂપિયાની મગફળી કેવી રીતે પાકી? : પરેશ ધાનાણી

ભાભરમાં મગફળી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા રવિવારે ખેડૂત સભાનું આયોજન કરાયું હતું.જેમાં પરેશ ધાનાણીએ કહ્યું કે સૂઈગામની ખારાશવાળી જમીનમાં 400 કરોડની મગફળી કેવી રીતે થઈ તે પ્રશ્ન છે. ધાનાણીએ જણાવ્યું હતુંકે ગુજરાતમાં 4000 કરોડનું મગફળી કૌભાંડની મલાઈ કોણ તારવી ગઈ છે. જેઓ કહેતા કે અમે દેશની તિજોરીના ચોકીદાર છીએ, તેઓ કૌભાંડના ભાગીદાર નીકળ્યા.
સુરતમાં ભડકેલા પાટીદારોએ રવિવારે રાત્રે સળગાવી બસ

સુરતમાં ભડકેલા પાટીદારોએ રવિવારે રાત્રે સળગાવી બસ

અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં પાસના કાર્યકરોએ રાત્રે 10.30 વાગ્યે કાપોદ્રા શ્યામધામ ચોકમાં બીઆરટીએસ ડેપોમાં ઘુસી તોડફોડ શરૂ કરી હતી. ડ્રાઇવરો બસ લઇને ભાગવા જતા રસ્તા પર જ બસને આગ ચાંપી દીધી હતી. ટોળાએ રસ્તે જતા લોકોના વાહનો અટકાવી તોડફોડ, આગચંપી કરી હતી.
પ્રિયંકા-નિક સગાઇ બાદ પહોંચ્યા અનાથઆશ્રમ

પ્રિયંકા-નિક સગાઇ બાદ પહોંચ્યા અનાથઆશ્રમ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 18 ઓગસ્ટના રોજ સગાઈ કરી છે. સવારે રોકા સેરેમની અને સાંજે શાનદાર પાર્ટી કર્યા પછી પ્રિયંકા અને કેટલાક નજીકના લોકો બીજા દિવસે રવિવારે મુંબઈના એક અનાથાશ્રમમાં પહોંચ્યા હતાં. અનાથાશ્રમ જઈ બાળકો સાથે સમય પસાર કરવાનો પ્રિયંકાનો વિચાર નિકને પસંદ આવતા તે પણ માતા-પિતા સાથે પહોંચ્યો હતો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more