Short News

વજન ઘટાડવા ઉપવાસ કરશો પણ ફરાળી વાનગી ખાશો તો વજન 100 ટકા વધશે

વજન ઘટાડવા ઉપવાસ કરશો પણ ફરાળી વાનગી ખાશો તો વજન 100 ટકા વધશે

લોકો હોંશે હોંશે શ્રાવણ મહિનો કરે છે જેથી ભક્તિની સાથે વજન ઘટાડી શકાય. ઉપવાસમાં ભાવતાં ફરાળી ચવાણાં અને તળેલાં બફવડાં ખવાય છે. બજારમાં ફરાળી બિસ્કિટ પણ મળે છે. તેમ કરવાથી વજન ઘટવાને બદલે વધે છે. વધુ પડતા ઉપવાસ કરવાથી શરીર દુખવું, માથાનો દુખાવો અને સ્વભાવમાં ચીડિયાપણું, વારંવાર ઊલટી થવી, એલર્જી, મોંમાંથી વાસ આવવી, શરદી અને ફ્લૂ જેવાં લક્ષણો લાગવા માંડે છે.
વિજલપુર પાલિકાના 15 BJP સભ્યના સામટા રાજીનામા

વિજલપુર પાલિકાના 15 BJP સભ્યના સામટા રાજીનામા

નવસારીના વિજલપુર પાલિકામાં નારાજ ભાજપી અસંતુષ્ટ 15 સભ્યએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. વિજલપુર પાલિકાના 13 ભાજપી સભ્યોએ જિલ્લા કલેકટરને પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. ત્યારબાદ પ્રદેશની સૂચનાથી બાગી સભ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. અને સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કેમ ન કરવા તે અંગેનો ખુલાસો મંગાયો હતો.
ગુજરાત સરકારનું ખેડૂતોને વીમા કવચ; ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર

ગુજરાત સરકારનું ખેડૂતોને વીમા કવચ; ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર

આજે ગુજરાત સરકારે ખેડૂતોને અકસ્માત વીમાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ખેડૂતોને ગંભીર ઈજા થતા 1 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મોત નિપજતા 2 લાખની સહાય કરવામાં આવશે. જે પહેલા 1 લાખ રૂપિયાની સહાય હતી. આ માટેની શરતો છે 1. સહાય માટે ખેડૂત હોવું જરૂરી છે, 2. 7-12નો દાખલો જરૂરી છે, 3. મોત બાદ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હોવાનો દાખલો જરૂરી.
અનુપ જલોટા જસલીનના નહી આ પોર્નસ્ટારના છે ચાહક

અનુપ જલોટા જસલીનના નહી આ પોર્નસ્ટારના છે ચાહક

બિગબોસના સૌથી સિનિયર કન્ટેસ્ટન્ટ અનુપ જલોટા ઘરમાં પોતાની ગાયકીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. તેઓ આ શૉમાં પોતાની શિષ્ય તથા ગર્લફ્રેન્ડ જસલીન મથારૂ સાથે આવ્યાં છે. બિગબૉસે ટ્વિટર હેન્ડલ પર એક પ્રોમો રિલિઝ કર્યો છે. જેમાં તે મહારાજા બન્યાં છે અને સની લિયોનીનું ફેમસ સૉન્ગ બેબી ડૉલ ગાતા જોવા મળી રહ્યાં છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more