Short News

Asian games 2018 : ભારતને શરન-બોપન્નાએ જીતાડ્યો 6ઠ્ઠો ગોલ્ડ, સિદ્ધુને બ્રોન્ઝ મેડલ

Asian games 2018 : ભારતને શરન-બોપન્નાએ જીતાડ્યો 6ઠ્ઠો ગોલ્ડ, સિદ્ધુને બ્રોન્ઝ મેડલ

આજે એશિયાડ ગેમ્સના છઠ્ઠા દિવસે દત્તુ ભોકાનલ, ઓમ પ્રકાશ, સ્વર્ણ સિંહ, સિખમીત સિંહે રોઇંગ એટલે નૌકાયાનમાં ક્વાડરપલ સ્કલ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. રોહન બોપન્ના અને દિવિજ શરણે ફાઇનલમાં કઝાકિસ્તાનના એલેક્સેન્ડર બુબલક અને ડેનિસ યુવસેયેને 6-3, 6-4થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
ઈ-વાહનો તો લઈ આવશો, પણ ચાર્જિંગ સ્ટેશન ક્યાં?

ઈ-વાહનો તો લઈ આવશો, પણ ચાર્જિંગ સ્ટેશન ક્યાં?

વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવની સમસ્યાનું સમાધાન ઈ-વાહનોના રૂપે મળી શકે છે. ત્યારે સરકાર પબ્લિક અને પર્સનલ ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનોની ભાગીદારી વધારવા માટે યોજના તો બનાવી રહ્યુ છે. પરંતુ તેનો અમલ થતો હોય તેવું દેખાતુ નથી. ઈ-વાહનો માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનું મોટુ નેટવર્ક હોવું જરૂરી છે. ત્યારે હાલ દેશભરમાં ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા માત્ર 350 જ છે.
બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ કરશે આ ખેલાડી સાથે લગ્ન, લગ્નની તારીખ થઈ જાહેર

બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ કરશે આ ખેલાડી સાથે લગ્ન, લગ્નની તારીખ થઈ જાહેર

ભારતની 28 વર્ષીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલ 32 વર્ષીય બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ સાથે લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહી છે. જી હા, સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેના લગ્ન 16 ડિસેમ્બર 2018ના રોજ થશે. આપને જણાવી દઈએ કે, આ બંને ખેલાડીની મુલાકાત 2005માં પુલેલા ગોપીચંદની એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. ત્યારથી તેઓ 10 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું- મોદી 4.5 વર્ષના કામકાજનો હિસાબ આપે

શંકરસિંહ વાઘેલાએ કહ્યું- મોદી 4.5 વર્ષના કામકાજનો હિસાબ આપે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાલ દિલ્હીમાં છે ત્યારે તેણે દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. તે દરમિયાન વાઘેલાએ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, વડાપ્રધાન બન્યા પહેલા મોદીએ અનેક વાયદાઓ કર્યા હતા. તો હવે તેમાંથી પીએમએ કેટલા વાયદાઓ પૂર્ણ કર્યા તેનો હિસાબ આપવો પડશે. બાપુએ કહ્યુ કે મોદી સરકારે 4.5 વર્ષના કામકાજનો હિસાબ આપવો પડશે.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more