Short News

Asian Games 2018 : કેન્સર સામે ઝઝૂમી રહેલા પિતા માટે દીકરો જીતી લાવ્યો ગોલ્ડ

Asian Games 2018 : કેન્સર સામે ઝઝૂમી રહેલા પિતા માટે દીકરો જીતી લાવ્યો ગોલ્ડ

ભારતીય ખેલાડી તજિંદરપાલ સિંહ તૂરે શોટપૂટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કેન્સર સામે ઝઝૂમી રહેલા પિતાને પંજાબની એક હોસ્પિટલમાં છોડીને એશિયન ગેમ્સ માટે રમવા આવવું સરળ નહોતું. આમ છતાં તૂરે કઠણ નિર્ણય લીધો અને તેની મહેનત રંગ લાવી હતી. 23 વર્ષીય તજિંદરે પોતાના પાંચમા પ્રયત્નમાં 20.75 મીટર ગોળો ફેંકીને એશિયન ગેમ્સમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
અમરેલીઃ પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતે કરી આત્મહત્યા

અમરેલીઃ પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતે કરી આત્મહત્યા

ચાલુ વર્ષે વરસાદ સરેરાશ કરતા ઓછો રહ્યો છે. જેથી ખેડૂતો માટે પાક લેવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે અમરેલીના ધારી તાલુકાના વાવડી ગામે એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ભયને લીધે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે, છેલ્લા 3 વર્ષથી ઉત્પાદન નબળુ આવવાથી ખેડૂતે હતાશ થઈ આપઘાત કરી લીધાનું પિતરાઈ ભાઈએ પોલીસને જણાવ્યુ હતુ.
રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો- ન્યૂડ ક્લિપ વિશે માતાએ જ આપી જાણકારી

રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો- ન્યૂડ ક્લિપ વિશે માતાએ જ આપી જાણકારી

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની એક્ટિંગને લઈ ઘણી જ લોકપ્રિય છે. તે કોઈ પણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતા ખચકાતી નથી. ત્યારે એક ટોક શો દરમિયાન રાધિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રાધિકાએ કહ્યુ કે, શોર્ટ ફિલ્મ ન્યૂડની ક્લિપ વિશે સૌપ્રથમ વાર તેની માતાએ જ જાણકારી આપી હતી. આપને જણાવી દઈએ કે, 2015માં અનુરાગ કશ્યપની ફિલ્મ ન્યૂડની એક ક્લિપ ખૂબ વાઈરલ થઈ હતી.
ફિલ્મ લવરાત્રીના વિવાદ પર એક્ટર આયુષ શર્માએ તોડ્યુ મૌન

ફિલ્મ લવરાત્રીના વિવાદ પર એક્ટર આયુષ શર્માએ તોડ્યુ મૌન

સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી અને પોતાના બનેવી આયુષ શર્મા અભિનીત ફિલ્મ લવરાત્રિ પર વિવાદ વકરતા ફિલ્મ મેકર્સે ટાઈટલ બદવાની ફરજ પડી છે. ત્યારે આ બાબતે પહેલી વાર આયુષે એક ઈન્ટરવ્યુ દરમિયાન મૌન તોડતા કહ્યુ કે, આ ફિલ્મ પ્રેમ અને ઉત્સવની ઉજવણી છે, ફિલ્મનું ટાઈટલ બદલી દેવાતા દુઃખ થયુ છે. અમારો ઉદ્દેશ કોઈની લાગણી દુભાવવાનો નહોતો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more