Short News

Asian Games 2018 : વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલી આ મહિલાઓ ભારત માટે રમશે પત્તાં

Asian Games 2018 : વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલી આ મહિલાઓ ભારત માટે રમશે પત્તાં

એશિયન ગેમ્સ 2018માં ભારતની બે મહિલા ખેલાડીએ એવી છે જે 50 વર્ષને પાર કરી ગઇ છે. આ મહિલા ખેલાડીઓ બ્રિજ એટલે કાર્ડ્સ કે પત્તાંની ગેમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે. 50 વર્ષીય હેમા દેવડા બિલ ગેટ્સ, વોરન બફેટ સાથે બ્રિજ રમી ચૂક્યાં છે. 79 વર્ષનાં રીટા ચોક્સી માહેર છે. બ્રિજ ખેલાડી 67 વર્ષની કિરણ નાદરની ટીમે આ વર્ષે કોમનવેલ્થ નેશન્સ બ્રિજ ચેમ્પિયનશિપ જીતી છે.
અંધાધૂનના પ્રમોશનમાં સાથે નહીં જોવા મળે તબુ-આયુષ્યમાન ખુરાના

અંધાધૂનના પ્રમોશનમાં સાથે નહીં જોવા મળે તબુ-આયુષ્યમાન ખુરાના

પાંચ ઑક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ અંધાધૂનમાં આયુષ્માન જોઈ ન શકતો પિયાનો-પ્લેયર બન્યો છે. શ્રીરામ રાઘવનના જણાવવા મુજબ આયુષ્માન અને તબુ ફિલ્મમાં પ્રતિદ્વંદ્વી છે અને એ ઑનસ્ક્રીન તાલમેલ જળવાઈ રહે એ હેતુએ ડિરેક્ટરે તેમને ફિલ્મના પ્રમોશનમાં સાથે આવવાની ના પાડી છે. જેથી કરીને ફિલ્મને લઈને જે દર્શકોમાં ઉત્સુકતા છે એ અકબંધ રહે.
સોનુ સૂદ સાથે આવી હરકત કરી બેઠા રણવીર-રાહિત

સોનુ સૂદ સાથે આવી હરકત કરી બેઠા રણવીર-રાહિત

એક્ટર રણવીર સિંહ અને ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સોનૂના સિક્સ પેકને દેખાડતો ફોટો શૂટ કર્યો છે. તેઓ ફિલ્મ સિંબાનું શૂટિંગ કરી રહ્યાં છે. ખાલી સમયમાં રણવીર અને રોહિતે સોનૂને સીડી પર પકડી લીધો અને તેનું ગંજી ઉંચુ કરીને ફોટો ક્લિક કરાવ્યો. સોનૂ શરમાતો અને પોતાને છોડવતો દેખાય છે. રણવીરે આ તસ્વીર પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, 'ભાઈ From Another ભાઈ'.
બિગ બોસ 12ના બીજા જ દિવસે કેમ ઘરની બહાર થયો શ્રીસંત?

બિગ બોસ 12ના બીજા જ દિવસે કેમ ઘરની બહાર થયો શ્રીસંત?

બિગ બોસ 12માં પૂર્વ ક્રિકેટર શ્રીસંત પ્રથમ ટાસ્કમાં કંઇક એવું કરવા જઈ રહ્યો છે કે નારાજ બિગ બોસ પોતાનો પ્રથમ ટાસ્ક ખૂદ રદ્દ કરી દે છે. તેનું પરિણામ આખા ઘરે ભોગવવું પડશે. ટાસ્કમાં એકબીજાને નબળા સાબિત કરવાના હતા. શ્રીસંતે કહ્યું કે, તેની પાસે પોતાને નબળો કહેવાના કોઇ કારણ નથી. ઘરવાળાઓ સમજાવતા રહ્યું, પરંતુ શ્રીસંતે કોઈપણ કારણ ન બોલ્યું અને ટાસ્ક રદ્દ થઈ ગયો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more