Short News

દીપિકા, જોશનાને બ્રોન્ઝ, સિંધુનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

દીપિકા, જોશનાને બ્રોન્ઝ, સિંધુનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

18 માં એશિયન ગેમ્સના આજે સાતમાં દિવસે સ્કવૉશમાં મહિલા સિંગલ્સના બીજી સેમીફાઈનલમાં ભારતની જોશના ચિનપ્પાને મલેશિયાની ખેલાડી સામે 1-3 થી હાર મળતા તેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતની દીપિકા પલ્લીકલ સેમીફાઈનલમાં મલેશિયાની ડેવિડ નિકોલથી 0-3 થી હારી જતા તેને પણ બ્રોન્ઝ મેડલ મળ્યો છે. દીપિકાએ બ્રોન્ઝ મેડલ જીતતા પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા છે.
એક્ટ્રેસ અનુષ્કા શર્માને સ્મિતા પાટિલ એવોર્ડથી કરાઈ સન્માનિત

એક્ટ્રેસ અનુષ્કા શર્માને સ્મિતા પાટિલ એવોર્ડથી કરાઈ સન્માનિત

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને 34માં પ્રિયદર્શિની અકેડમી ગ્લોબલ એવોર્ડમાં સ્મિતા પાટિલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન અનુષ્કા શર્મને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હાથે એવોર્ડ સ્વિકાર્યો હતો. એવોર્ડ સેરેમની દરમિયાન અનુષ્કા ગ્રીન સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. હાલ અનુષ્કા પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
મર્જર થયા બાદ નવી બેન્ક એપ્રિલ-2019થી શરૂ થશે

મર્જર થયા બાદ નવી બેન્ક એપ્રિલ-2019થી શરૂ થશે

જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય બાદ બનનારી નવી બેન્ક આગામી નાણાકીય વર્ષના પ્રારંભથી એટલે કે 1 એપ્રિલ, 2019થી કાર્યાન્વિત થઇ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય બેન્કોની મર્જર પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવામાં આવશે અને નાણાકીય વર્ષ 2018-19ના અંત સુધીમાં જરૂરી તમામ રેગ્યુલેટરી પ્રક્રિયા પૂરી થવાની આશા છે.
એશિયા કપઃ આ 4 ભારતીય ખેલાડીઓએ ભારતને અપાવી શાનદાર જીત

એશિયા કપઃ આ 4 ભારતીય ખેલાડીઓએ ભારતને અપાવી શાનદાર જીત

બુધવારે દુબઈના ઈન્ટરનેશન સ્ટેડિયમમાં ભારતને પાકિસ્તાન સામે જીત અપાવવામાં ભારતીય બોલરોનું મહત્વનું યોગદાન રહ્યુ છે. બોલરોની શાનદાર બોલિંગ લાઈનને લીધે જ પાકિસ્તાન 162 રનમાં ઓલ આઉટ થયુ અને ભારતની જીત સરળ બની. ભારતની જીત માટે બોલર ભુવનેશ્વર અને કેદાર જાધવ, તેમજ રોહિત શર્મા અને ધવનની મહત્વની ભુમિકા રહી.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more