Short News

છેલ્લા 11 વર્ષમાં IPLની બ્રાંડ વેલ્યુમાં થયો ધરખમ વધારો

છેલ્લા 11 વર્ષમાં IPLની બ્રાંડ વેલ્યુમાં થયો ધરખમ વધારો

2009થી શરૂ થયેલ આઈપીએલની બ્રાંડ વેલ્યુમાં છેલ્લા 11 વર્ષમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગ્લોબલ વેલ્યુએશન અને કોર્પોરેટ ફાઈનાન્સ એડવાઈઝર્સ ડફ એન્ડ ફેલપ્સ તરફથી બુધવારે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે આઈપીએલની વેલ્યુ 18.9 ટકા વધીને 6.3 અબજ ડોલર થઈ ગઈ છે. જેમાં નીતા અંબાણીની માલિકીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની સૌથી વધુ 113.0 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ છે.
સાસણ ગીરમાં જંગલ ટ્રેઇલ માટેની પરમીટ સંખ્યામાં વધારો કરાયો

સાસણ ગીરમાં જંગલ ટ્રેઇલ માટેની પરમીટ સંખ્યામાં વધારો કરાયો

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ગીર જંગલ ટ્રેઈલ અને દેવળીયા ગીર પરીચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા પ્રવેશ પરમીટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હાલથી પ્રવાસીઓને ગીર જંગલ ટ્રેઈલ મુલાકાતની પરમીટની સંખ્યામાં 16 ઓકટોબરથી વધારો અમલી બનશે. સવારે 6 થી 9 સુધી હવે 30 ટ્રીપના બદલે 50 ટ્રીપ, તહેવારના દિવસોમાં 50 ટ્રીપના બદલે 60 ટ્રીપ કરાશે.
ઘાસચારા કૌભાંડમાં લાલૂ પ્રસાદના જામીનમાં એક સપ્તાહનો વધારો

ઘાસચારા કૌભાંડમાં લાલૂ પ્રસાદના જામીનમાં એક સપ્તાહનો વધારો

ઝારખંડ હાઈકોર્ટે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવની વચગાળાની જામીન અરજી એક સપ્તાહ સુધી વધારી દીધી છે. જસ્ટિસ અપરેશ કુમાર સિંહની બેન્ચે RJD નેતાના વચગળાના જામીનની અરજી વધારતાં જણાવ્યું કે, લાલૂ પ્રસાદની જામીન અરજી પર આગામી સુનાવણી 24 ઓગસ્ટે કરવામાં આવશે.
કેરળમાં આવ્યું 100 વર્ષનું સૌથી ભયાનક પૂર; 324નાં મોત, PM મોદીએ કરી સમીક્ષા

કેરળમાં આવ્યું 100 વર્ષનું સૌથી ભયાનક પૂર; 324નાં મોત, PM મોદીએ કરી સમીક્ષા

કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં ઓછામાં ઓછા 324 લોકોનાં મોત થયાં છે. સ્થાનિક અધિકારીઓના કહેવા મુજબ આવું પૂર છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યું નથી. અત્યાર સુધીમાં કુલ 2 લાખથી વધારે લોકોને તેમના ઘર છોડી કૅમ્પોમાં આશરો લેવો પડ્યો છે. PM નરેન્દ્ર મોદી કેરળ આવી પહોંચ્યા હતા. તેમણે પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more