Short News

યામાગુચીને હરાવીને પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં કર્યો

યામાગુચીને હરાવીને પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં કર્યો

ભારતની સ્ટાર શટલર પી વી સિંધુએ કોઈને કોઈને નિરાશ કર્યા નથી અને વર્લ્ડની બીજા નંબરની ખેલાડી જાપાનની યામાગુચીને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 21-17, 15-21, 21-10 થી હરાવી દીધી હતી. આ સાથે સિંધુ એશિયન ગેમ્સના ફાઈનલમાં પહોંચનાર પહેલી ભારતીય ખેલાડી પણ બની ગઈ છે. સિંધુ પાસે વધુ એક ચાન્સ હશે જ્યારે તે સાયનાની હારનો બદલો લઈ શકે અને ભારતને ગોલ્ડ અપાવી શકે.
શિલ્પા શેટ્ટી હવે વેબ સીરિઝમાં રિલેશનશિપ ગાઈડની ભૂમિકામાં દેખાશે

શિલ્પા શેટ્ટી હવે વેબ સીરિઝમાં રિલેશનશિપ ગાઈડની ભૂમિકામાં દેખાશે

Amazon પ્રાઈમ વીડિયોએ પોતાની નવી પ્રાઈમ ઓરિજીનલ સીરિઝ હીયર મી લવ મીનાં લોન્ચિંગની જાહેરાત કરી છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા આ શોમાં રિલેશનશિપ ગાઈડની ભૂમિકામાં છે, જે તેમાં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટ્સની મદદ કરશે. આ રિયાલિટી સીરિઝમાં બ્લાઈન્ડ ડેટિંગનો અનુભવ છે, જેમાં ટેકનિક અને સંવાદને અલગ રીતે રજૂ કરવામાં આવ્યાં છે. તે 28 સપ્ટેમ્બરથી શરૂ થશે.
કેન્દ્રની ગુજરાતને લપડાક ; શિક્ષણ ક્ષેત્રે સહાય માટે ઓછું બજેટ ફાળવ્યું

કેન્દ્રની ગુજરાતને લપડાક ; શિક્ષણ ક્ષેત્રે સહાય માટે ઓછું બજેટ ફાળવ્યું

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાતની ભાજપ સરકારને શિક્ષણ માટે ઓછું ફંડ આપવામાં આવી રહ્યું હોવાનું RTI હેઠળ બહાર આવ્યું છે. જે ગુજરાત માટે તમાચો માર્યા બરાબર છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપવામાં આવેલા ફંડમાં હાલની ભાજપ NDA સરકારની સરખામણીમાં પૂર્વ કોંગ્રેસ-UPA સરકારે ગુજરાત રાજયને વધુ ફંડ આપ્યું હતું. આ વખતે કેન્દ્રએ રૂપિયા 320.45 કરોડ ઓછું ફંડ આપ્યું છે.
જુલાઇમાં રિલાયન્સ જિયોએ 1 કરોડથી વધુ નવા ગ્રાહકો ઉમેર્યા છે

જુલાઇમાં રિલાયન્સ જિયોએ 1 કરોડથી વધુ નવા ગ્રાહકો ઉમેર્યા છે

રિલાયન્સ જીઓ જ્યારે થી ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ માં આવ્યું છે ત્યાર થી તે ઇન્ડિયા ની ટેલિકોમ બજાર નું રાજા બની ગયું છે અને બધા જ હરીફ કંપનીઓ તેને પાડવા માંગે છે પરંતુ એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ જીઓ એ જુલાઈ મહિના ની અંદર 1 કરોડ કરતા વધુ નવા ગ્રાહકો જોડ્યા છે, જે કોઈ પણ પ્રતિસ્પર્ધી કરતા વધુ છે, આ સમાચાર વિષે વધુ માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more