Short News

ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ફરી નંબર 1 બન્યો

ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ફરી નંબર 1 બન્યો

ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીને હવે વધુ એક ખુશખબર મળી છે. વિરાટ હવે વન-ડે બાદ ટેસ્ટ રેંકિંગમાં પણ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. અગાઉ તે પ્રથમ ટેસ્ટ બાદ નંબર 1 પર પહોંચ્યો હતો, જોકે બીજી ટેસ્ટમાં નબળા પ્રદર્શનના લીધે તે બીજા સ્થાને સરકી ગયો હતો. હવે ફરી એકવાર તે ટૉચના સ્થાને પહોંચી ગયો છે.
હાર્દિકના 19 દિવસના ઉપવાસ પર પાણી ફર્યું, કોર્ટે અલ્પેશ કથરિયાની જામીન અરજી ફગાવી

હાર્દિકના 19 દિવસના ઉપવાસ પર પાણી ફર્યું, કોર્ટે અલ્પેશ કથરિયાની જામીન અરજી ફગાવી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણો અને કોમી વૈમન્સ ફેલાવી રાજદ્રોહના ગુનાનો સામનો કરતા આરોપી અલ્પેશ કથરીયાની જામીન અરજી એડિ.સેશન્સ જજ ડી.પી.ચુડાસ્માએ નામંજૂર કરી છે. કોર્ટે જામીન અરજી ફગાવાત નોંધ્યું હતું કે, આરોપી સુરત પાસનો કન્વીર છે. અને આ ગુનામાં તે 3 વર્ષથી છુપાતો ફરતો હતો.
હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર : શંકરસિંહ વાઘેલા

હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર : શંકરસિંહ વાઘેલા

આજે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાન વસંત વગડા ખાતે સમર્થકો સાથે બેઠક યોજ્યા બાદ રાજ્યના પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ. હાલની સ્થિતિ પર PM મોદી જ જવાબદાર છે, રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે.
ગૌતમ ગંભીરે ઉડાવી કોર્પોરેશનની ઉંઘ

ગૌતમ ગંભીરે ઉડાવી કોર્પોરેશનની ઉંઘ

ક્રિકેટર ગૌતમ ગંભીરે એક વીડિયો પોસ્ટ કરીને સરકારના સ્વચ્છતા અભિયાન સામે કટાક્ષ કર્યો છે. ગૌતમ ગંભીર સ્વચ્છતા અભિયાનનો બ્રાન્ડ એમ્બેસડર છે. ગંભીરે સોમવારે બપોરે સર ગંગારામ હોસ્પિટલ નજીક કચરાના ઢગલાનો એક વીડિયો શેર કર્યો હતો. સાથે લખ્યું હતું કે આ ફોટોગ્રાફ સ્વચ્છતા અભિયાનનું ગળું દબાવે છે અને રાજેન્દ્ર નગરની આ સ્થિતિ સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવી રહી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more