Short News

Xiaomiએ લોન્ચ કર્યુ નવું બ્લુટૂથ સ્પીકર, જાણો ફિચર્સ

Xiaomiએ લોન્ચ કર્યુ નવું બ્લુટૂથ સ્પીકર, જાણો ફિચર્સ

શાઓમીએ ડેસ્કટોપ અને લેપટોપ યૂઝર્સને ધ્યાનમાં રાખી 2.0 બ્લૂટૂથ સ્પીકર લોન્ચ કર્યુ છે. આ સ્પીકર હાલ ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે આ સ્પીકરને ફોન કે ટેબલેટ સાથે કનેક્ટ કરવાની સુવિધા નથી. ચીનમાં આ સ્પીકરની કિંમત 399 ચીની યુઆન એટલે કે 4000 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ સ્પીકરમાં બેટરી નથી એટલે સામાન્ય સ્પીકરની જેમ જે કામ કરશે.
ઓગષ્ટમાં એક નહિ આ પાંચ-પાંચ હસ્તીઓએ લીધી દુનિયામાંથી વિદાય

ઓગષ્ટમાં એક નહિ આ પાંચ-પાંચ હસ્તીઓએ લીધી દુનિયામાંથી વિદાય

ભારત માટે ઓગષ્ટ મહિનો ભારે અપશુકનિયાળ સાબિત થયો છે. કેમ કે ઓગસ્ટ મહિના દરમિયાન માત્ર અટલ બિહારી વાજપેયી જ નહિ પરંતુ તેની સિવાય લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજી, આર કે ધવન, લેખક વી.એસ. નાયપોલ, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અજીત વડેકર તેમજ દક્ષિણ ભારતમાં રાજનીતિના ભીષ્મ ગણાતા એમ કરૂણાનિધિએ પણ દુનિયાને અલવિદા કરી દીધુ હતુ.
સતત 2 ટેસ્ટમમાં નિરાશાજનક પ્રદર્શન બાદ હાર્દિકે સેર સપાટા કરતી તસ્વીર કરી શેર

સતત 2 ટેસ્ટમમાં નિરાશાજનક પ્રદર્શન બાદ હાર્દિકે સેર સપાટા કરતી તસ્વીર કરી શેર

ઈંગ્લેન્ડમાં હાર્દિક પંડ્યાંએ ઈંગ્લેન્ડમાં સ્ટાઈલિશ લૂકમાં સેર સપાટા કરતી તસ્વીર શેર કરતા ટ્રોલર્સનો શિકાર બન્યો છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા એક ટ્રોલર્સે કહ્યુ કે, ભાઇ ગેમ પર ફોક્સ કર તો બીજાએ કહ્યુ કે, ક્રિકેટ પર ધ્યાન દો વરના ટીમ સે બાહાર હો જાઓગે. હવે હાર્દિક ટ્રોલર્સને શુ જવાબ આપે છે તે જોવુ રહ્યુ.
હવે એપલ બનાવશે કાર, વર્ષ 2023થી 25 વચ્ચે લોન્ચ કરે તેવી શક્યતા

હવે એપલ બનાવશે કાર, વર્ષ 2023થી 25 વચ્ચે લોન્ચ કરે તેવી શક્યતા

હોંગ કોંગના ટીએફ ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝના ટોચના એક વિશ્લેષકનો દાવો છે એપ્પલ કંપની હવે કાર બનાવશે છે. જી હા એપલ આ કારને 2023થી 2025ની વચ્ચે લૉન્ચ કરે તેવી શક્યતા છે. મહત્વનું છે કે એપલના આઈફોનની જેમ આ કાર પણ ઓટો માર્કેટમાં પણ ક્રાંતિ લાવશે. જો કે કંપનીએ એપલ કાર વિશે હજુ સુધી કોઈ નિવેદન આપ્યુ નથી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more